તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:રાજકોટમાં કોરોનાના કુલ કેસ 16000ને પાર

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 129 દર્દીનાં મોત કોરોનાને કારણે થયાનું ચોપડે નોંધાયું

શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 16025 થઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં 129 દર્દીનાં મોત કોરોનાને કારણે થયાનું નોંધાયું છે. સારવાર ચાલતી હોય તે દરમિયાન થયેલા મોતનો આંકડો તો જાહેર જ કરવામાં તંત્ર ડરી રહ્યું છે. રવિવારે રજાનો દિવસ હોવાથી મનપાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઊભા કરેલા ટેસ્ટિંગ બૂથમાં લોકો ટેસ્ટ કરવા પહોંચી ગયા હતા. દિવસ દરમિયાન શહેરી વિસ્તારમાંથી નવા 96, જ્યારે ગ્રામ્યના 53 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6 મોત નીપજ્યા છે તેમજ આ પહેલા જે 8 મોત થયા હતા તેમાંથી 1 મોત કોરોનાથી થયાનું ડેથ ઓડિટ કમિટીમાં જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...