તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:શહેરમાં કુલ કેસની સંખ્યા 42783 પર પહોંચી, 32 દર્દી સારવાર હેઠળ, આજે તમામ કેન્દ્રો પર વેક્સિનેશન બંધ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગઇકાલે 6 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા શૂન્ય પર આવી ગઈ છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42783 પર પહોંચી છે. તેમજ અગલ અલગ હોસ્પિટલમાં 32 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે શનિવારે 6 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે રવિવારે શહેરના તમામ કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.

આજે શહેરના તમામ વેક્સિન સ્થળોએ કોવિડ વેક્સિનેશન કામગીરી બંધ
આજે રવિવારના રોજ રાજકોટ શહેરમાં ચાલી રહેલી કોવિડ વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. હાલ શહેરમાં જે કોવિડ વેક્સિનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી ચાલી રહી છે તે આજે બંધ રાખવામાં આવી છે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.

વેક્સિનેશનમાં રોજ 8 હજાર ડોઝ જ આપવામાં આવે તેવો આદેશ
રાજકોટ શહેરમાં દૈનિક 8 હજાર ડોઝ જ આપવામાં આવે અને તે મર્યાદામાં જ રસીકરણ કરવા આદેશ છે. જોકે, 10 ડોઝની એક વાયલમાંથી રાજકોટ મનપાના વેક્સિનેટર 11 ડોઝ સુધીની રસી કાઢી શકે છે તે માટે 8200થી 8400 સુધી રસીકરણ થઈ શકે છે. આ જ કારણથી 8000 ડોઝ હોવા છતાં મંગળવારે 8250નું રસીકરણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...