તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Total Number Of Cases In Rajkot District Has Crossed 22 Thousand, 216 Cases Are Active In Different Hospitals, Today Government Officials Will Be Vaccinated.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટ કોવિડ હોસ્પિટલમાં 5 દર્દી ના સારવાર દરમિયાન થયા મોત

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ થી થયેલ આ મોત ને લઈ ને ડેથ ઓડિટ કમિટી લેશે નિણર્ય લેશે
 • રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 24 હજારને પાર, અલગ અલગ હોસ્પિટલમાં 216 કેસ એક્ટિવ, આજે સરકારી અધિકારીઓને વેક્સિન અપાશે

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 દર્દી નું મોત થયા હતા. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર કોવિડ થી થયેલ આ મોત ને લઈ ને ડેથ ઓડિટ કમિટી લેશે નિણર્ય લેશે શહેરમાં કુલ કેસની સંખ્યા 15,293 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 24 હજારને પાર પહોંચી ગઈ છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 216 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે સોમવારે 38 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં હાલ 4 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ છે.

2408 બેડ સારવાર માટે ઉપલબ્ધ
રાજકોટ સહિત જિલ્લામાં કુલ 22,101 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ પણ હવે ઘટીને 347 છે. જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે અને સપ્તાહ બાદ મોટાભાગના કોરોનામુક્ત જાહેર થઈ જશે. જ્યારે હોસ્પિટલમાં બેડ ખાલી છે, કુલ 2580માંથી 2408 બેડ સારવાર માટે ઉપલબ્ધ છે અને આ કારણે ઘણી હોસ્પિટલે કોરોનામાંથી મુક્તિ માગી અન્ય દર્દીઓને ભરતી કરવા તંત્રની મંજૂરી માગી છે.

આજે સરકારી અધિકારીઓને વેક્સિન આપવામાં આવશે
સોમવારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ કુલ 27 સ્થળોએ કુલ 1131 લોકોને કોરોના સામેની વેક્સિન આપવામાં આવી હતી. રાજકોટમાં હાલ બીજા તબક્કાની વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આજે રાજકોટમાં સરકારી અધિકારીઓને વેક્સિન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો