તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં આજે 24 કેસ નોંધાયા, 24 કલાકમાં 2ના મોત, કુલ કેસની સંખ્યા 15,391ને પર પહોંચી, 472 ફ્રન્ટલાઇન વોરિયરને વેક્સિન અપાઇ

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • રાજકોટ આજે 61 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં આજે સાંજ સુધીમાં નવા 24 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15391 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 105 દર્દી સારવાર હેઠળ છે. આજે 40 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં હાલ 4 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ છે.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 22 હજારને પાર
રાજકોટમાં નવા કેસની સંખ્યા છેલ્લા 7 મહિનાના તળિયે પહોંચી છે. કેસની સંખ્યા ઘટવા ઉપરાંત ડિસ્ચાર્જ રેશિયો વધતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ શહેર અને જિલ્લા સહિત કુલ 247 એક્ટિવ કેસ છે. ગુરુવારની સ્થિતિએ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 22200 થઈ છે.

કેસની સંખ્યા ઘટતાં સમરસ હોસ્ટેલનું કોવિડ કેર સેન્ટર બંધ કરાયું
રાજકોટમાં કોરોનાની સારવાર માટે સમરસ હોસ્ટેલ મહત્ત્વનું કેન્દ્ર બની હતી. ત્યાં પહેલા ક્વોરન્ટાઈન સેન્ટર બન્યું હતું અને ત્યારબાદ કોવિડ કેર સેન્ટર અને પછી ઓક્સિજન લાઈન નાખીને હેલ્થ સેન્ટર પણ બનાવાયું હતું અને એક સાથે 3 સેન્ટર થયા હતા. જ્યાં 6000થી વધુ દર્દીની સારવાર કરાઈ હતી. હાલ કેસની સંખ્યા ઘટતા કોવિડ કેર સેન્ટર પણ બંધ કરાયું હતું. છેલ્લા દિવસે સમરસમાં ફરજ બજાવનાર કર્મચારી અને કોરોના વોરિયર્સનું પ્રાંત અધિકારી શહેર-2 ચરણસિંહ ગોહિલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન વતી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો