તપાસ:પોલીસ ચોકી પાસે જ કારનું ટાયર ફાટ્યું, તપાસ કરતા દારૂ મળ્યો

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવારે રાતે સાડા આઠ વાગ્યાના અરસામાં જામનગર રોડ પર બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી પસાર થયેલી કારનું ટાયર ફાટતાં જોરદાર ધડાકો થયો હતો. રોડ પર ધડાકો થતાં જ પોલીસ ચોકીમાં બેઠેલા પોલીસ કર્મચારીઓ કાર પાસે દોડી ગયા હતા. આ સમયે કારમાંથી ત્રણ યુવાનો નીચે ઉતર્યા હતા. પોલીસે ત્રણેયને ઇજા થઇ નથી ને તેવું પૂછ્યું હતું.

બાદમાં પોલીસ કર્મી કારની નજીક જતા અંદર વિદેશી દારૂની એક બોટલ મળી આવતા ત્રણેય યુવાનને પોલીસ ચોકી લઇ જવાયા હતા. પૂછપરછમાં રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતો અરવિંદ ઉર્ફે ડબરો રાજુ મૂછડિયા, પ્રકાશ ડાયા જાદવ અને વાંકાનેર સોસાયટી-5માં રહેતો કલ્પેશ નાથા બાલાસરા હોવાનું જણાવ્યું હતું. દારૂની બોટલ અંગે પૂછતા ત્રણેય મિત્રો પાર્ટી કરવા જઇ રહ્યાં હોવાની કેફિયત આપી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...