હેલ્થ:થાઈરોઈડની ગાંઠ હૃદય સુધી પહોંચી, છાતીમાં કાપો મૂકવાને બદલે ગળામાંથી જ ઓપરેટ કર્યું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર લાખે એક કિસ્સામાં થતી ગાંઠનું ઓપરેશન કરનાર ડો.ડેનિશ આરદેશણાએ ભાસ્કર માટે લખ્યું

થાઈરોઈડની ગાંઠ હવે પહેલા કરતા ખૂબ ઓછી થાય છે અને ઓપરેશન પણ ઘટી ગયા છે તેવા એક રેરેસ્ટ ઓફ રેર કેસ અમારી સામે આવ્યો હતો. 55 વર્ષના એક મહિલાને ગળામાં દુખાવો રહેતા સીટી સ્કેન કર્યું હતું જેમાં થાઈરોઈડની ગાંઠ હોવાનું દેખાયું સામાન્ય રીતે આ ગાંઠ ગળાની બહાર હોય છે પણ આ મહિલાને ગાંઠ છાતીની અંદર બનવાની શરૂ થઈ અને હૃદયની મુખ્ય નળી સુધી પહોંચી ગઈ હતી.

આવા કિસ્સા એક લાખ થાઈરોઈડમાં એક આવે મારો આ પ્રથમ અનુભવ હતો. આવા ઓપરેશનમાં છાતીમાં કાપો મૂકી પાંસળી કાપવી પડે. મેં પણ મારા સહયોગી અને સીવીટી સર્જન ડો.માધવ ઉપાધ્યાયને જાણ કરી હતી. ઓપરેશન થિએટરમાં લઈ ગયા અને ગળામાંથી સર્જરી શરૂ કરી પ્લાન એવો હતો કે, જો ગળામાંથી સફળતા ન મળે તો પછી ડો. માધવ છાતીનું ઓપરેશન કરશે પણ તેની જરૂર ન પડી. ગળાના અડધા વ્યાસ જેટલો કાપો મૂકી સફળતા પૂર્વક ગાંઠ કાપી અને નળીથી દૂર કરી તેને બહાર કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...