તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારા માટે આ વાંચવું જરૂરી:ત્રીજી વેવ બાળકો માટે ઘાતક નિવડે તો શું? રાજકોટના 45 પીડિયાટ્રિક વચ્ચે વેબિનાર, એક્શન પ્લાન તૈયાર, ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટો સારવાર આપશે

રાજકોટ4 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કૉપી લિંક
  • એક્શન પ્લાન તૈયાર, પ્રિવેન્શન, પ્રિકોશન અને રિસર્ચ પર ભાર મુકવામાં આવ્યો, નર્સિંગ સ્ટાફ કેવી રીતે 24 કલાક સમય આપી શકે તે અંગે ચર્ચા
  • સરકારી અને ખાનગી પીડિયાટ્રિક કેટલી હોસ્પિટલ, કેટલા બેડ, કેટલા ઓક્સિજન બેડ, કેટલા ICU બેડ છે તેની યાદી તૈયાર કરાશે

તાજેતરમાં કોરોનાની બીજી ઘાતક લહેર કાબૂમાં આવ્યા બાદ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેમાં હવે કોરોનાની ત્રીજી લહેર આવે અને તેમાં બાળકો માટે ઘાતક નીવડે તો શું કરી શકાય એ માટે સરકારે ખાનગી અને સરકારી પીડિયાટ્રિક ડોક્ટરો પાસેથી કેટલાક સુચનો મંગાવ્યા છે. ગઈકાલે રાત્રે રાજકોટના 45 પીડિયાટ્રિક તબીબો વચ્ચે વેબિનાર યોજાયો હતો. જેમાં ડોક્ટરો પાસેથી કેટલાક સૂચનો અને માહિતી મંગાવવામાં આવી છે. બેઠકમાં ચર્ચા બાદ રિપોર્ટ તૈયાર કરી આગામી ટૂંક સમયમાં સરકારને સુપ્રત કરવામાં આવશે. ત્રીજી વેવમાં ડોક્ટરોએ પ્રિવેન્શન, પ્રિકોશન અને રિસર્ચ પર ભાર આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ત્રીજી વેવમાં સૌપ્રથમ વખત સરકારે પીડિયાટ્રિક સાથે વાતચીત કરી
બેઠકમાં સૌ પ્રથમ વખત રાજકોટના 45 પીડિયાટ્રિક ડોક્ટરે ત્રીજી વેવમાં બાળકો માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં ડોક્ટરોની ચર્ચામાં નીકળેલા નિષ્કર્ષ અને માર્ગદર્શન માટે લોકોએ Divya Bhaskarનો આ અહેવાલ વાંચવો જરૂરી છે. રાજકોટના 45 પીડિયાટ્રિક તબીબોએ ત્રીજી વેવમાં બાળકો માટે શું સારવાર કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજી વેવેમાં જેના ઘરે બાળકો છે અને જેના ઘરે બાળકો નથી તેઓ માટે આ માર્ગદર્શનરૂપ સાબિત થશે.

બેઠકમાં રાજકોટના 45થી વધુ નામાંકિત પીડિયાટ્રિક ડોક્ટરો જોડાયા હતા
રાજકોટ પીડિયાટ્રિક એસોસિએશનમાં પ્રમુખ ડો.ઝંખના સંઘવીએ Divya Bhaskr સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ઓનલાઇન બેઠક મળી હતી. જેમાં રાજકોટના નામાંકિત પીડિયાટ્રિક ડોક્ટરો વચ્ગુચે થયેલી બેઠકની જેમ ગુજરાતના તમામ મહાનગરોમાં નામાંકિત પીડિયાટ્રિક ડોક્ટરો વચ્ચે પણ વેબિનાર યાજાયો હતો. આ બેઠકમાં મુખ્ય મુદ્દા પર ચર્ચા કરતા બાળકોમાં કોરોનાના ત્રીજા લહેરની અસર જોવા મળે તો શું કરી શકાય તે રહ્યો હતો.

પીડિયાટ્રિક ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ તબીબો સારવાર આપશે
જેમાં પ્રથમ ગુજરાતમાં સરકારી અને ખાનગી પીડિયાટ્રિક કેટલી હોસ્પિટલ છે? કેટલા બેડ છે? કેટલા ઓક્સિજન બેડ છે? કેટલા ICU બેડ છે તેની યાદી તૈયાર કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે યાદી તૈયાર કરી સરકારને આપવામાં આવશે. આ ઉપરાંત જરૂર જણાય પરિસ્થિતિ વણશે તો સમરસનો ઉપયોગ કરી ત્યાં સ્પેશિયલ પીડિયાટ્રિક શરૂ કરવામાં આવે તો ત્યાં પીડિયાટ્રિક ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ તબીબો સારવાર આપશે અને નર્સિંગ સ્ટાફ કેવી રીતે 24 કલાક પુરો સમય આપી શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

પીડિયાટ્રિક તબીબો પ્રિવેન્શન, પ્રિકોશન અને રિસર્ચ પર ભાર આપવા નિર્ણય કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પીડિયાટ્રિક તબીબો પ્રિવેન્શન, પ્રિકોશન અને રિસર્ચ આ ત્રણ મુદ્દા પર ભાર આપવા નિર્ણય કર્યો છે. જેમાં બીજી લહેરમાં કેટલા બાળકો સંક્રમિત થયા છે તે સર્વે કરી તેમાં એન્ટીબોડી બની છે કે નથી બની તે રિસર્ચ કરવા અને આફ્ટર કોરોના શું ઇફેક્ટ છે. તે અંગે રિસર્ચ કરવા નિર્ણય કર્યો છે. જ્યારે કે આગામી સપ્તાહથી ગુજરાતના પીડિયાટ્રિક સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા ઓનલાઇન વર્કશોપ શરૂ કરવામાં આવશે તેમ જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ દરમિયાન એક સ્પેશિયલ હેલ્પલાઇન નંબર તબીબો માટે શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને કોરોના સારવાર દરમિયાન કોઇ મૂંઝવણ હોય અથવા કોઇ પ્રશ્ન હોય તો તે હેલ્પલાઇન નો સંપર્ક સાધી યોગ્ય ઉત્તર સાથે સારવાર મળી શકશે.

શહેરમાં નાની-મોટી 60થી 70 પીડિયાટ્રિક હોસ્પિટલનો સમાવેશ થાય છે
આ સાથે 12થી 18 વર્ષના કિશોરોને વેક્સિનેશન જલ્દીથી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. જે માટે સરકારનું હકારાત્મક વલણ હોવાનું તબીબો માની રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સરકારી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ સાથે સાથે શહેરમાં નાની-મોટી ખાનગી મળી કુલ 60થી 70 પીડિયાટ્રિક હોસ્પિટલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...