તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં કોરોનાએ માનસિક હતાશા વધારી:ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક, તેવું TVમાં જોઈ ડર છે કે 47 વર્ષે થયેલી પુત્ર પ્રાપ્તિ છીનવાઈ ન જાય!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સાઇકોલોજીની હેલ્પલાઈનમાં લોકોએ સમસ્યાઓ વર્ણવી, નિષ્ણાતોએ નિરાકરણ કર્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં તાજેતરમાં જ એક વ્યક્તિએ હેલ્પલાઈનમાં ફોન કરી કહ્યું કે, ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જ ખતરનાક છે તેવું વાંચી અને ટીવીમાં જોઈને હું અને મારી પત્ની 3 દિવસથી સૂતા નથી અને થરથર કંપીએ છીએ. મારે બે દીકરી પછી 47 વર્ષે એક દીકરો જન્મ્યો છે અમને ડર છે કે અમારો વારસદાર છીનવાઈ ન જાય. તે વ્યક્તિની સમસ્યાના નિરાકરણ લાવતા નિષ્ણાંતે સલાહ આપી કે વાયરસ વિશેના વધારે પડતા સમાચારોથી પોતાને અલગ કરો.

મન શાંત રાખવા વજ્રાસન કરવું
બીજું કે બહાર જઈએ એટલે વાયરસ લાગી જાય તે તમારો ખોટો ભ્રમ છે. હું રોજ બહાર કામથી જાવ છું એ પણ સવારે 9 થી સાંજના 9 સુધી. મને ક્યારેય કોઈ વાયરસ લાગ્યો નથી. કેમ કે હું મારી પૂરતી સંભાળ ને સાવચેતી રાખું છું, ગભરાતો નથી. ખોટી ચિંતા કરશો જમશો નહિ તો તમારું શરીર નબળું પડશે. અને હા ખાસ કરીને નબળા શરીર પર કોઈપણ વાયરસની અસર ઝડપથી થતી હોય છે. માટે મન શાંત રાખવા વજ્રાસન કરવાનું કહ્યું.

લોકોની માનસિક સમસ્યાઓના આ રીતે તજજ્ઞોએ ઉકેલ આપ્યા
પ્રશ્ન:
અમને દયા રાખીને કોઈ જમવાનું આપી જાય તે ગમતું નથી. અમારો અંતર આત્મા ડંખે છે. બસ અમને કામ પર જવાની મંજૂરી મળે તો ઘણું. આ રોજ રોજ કોઈના ઓશિયાળા રહેવું નથી ગમતું.
ઉકેલ: એક કહેવત તમે સાંભળી હશે. ન જાણ્યું જાનકી નાથે કે કાલ સવારે શું થવાનું તમે ને હું સામાન્ય વ્યક્તિ છીએ. હમણાં ટીવી પર રામાયણ આવતી હોય છે આપે જોયું હશે. સીતાની શોધ માટે ખૂદ ભગવાન રામને વાનરોની સહાય લેવી પડી હતી. લક્ષ્મણને મૂર્છામાંથી મુક્ત કરવા માટે હનુમાનની જરૂર પડી હતી. આ બધું જ પરિસ્થિતિને આધીન હોય છે. હાલની સ્થિતિમાં આપને બીજા સહાય કરે છે તે સ્વીકારી લ્યો જ્યારે તમને મોકો મળે ત્યારે આપ સહાય કરજો.

પ્રશ્ન: હું કંટાળી ગઈ છું. અમે તો ધ્યાન રાખીએ છીએ પણ આજુબાજુવાળા ધ્યાન રાખતા નથી, તેનું શું કરવું? ક્યાંક તેને લીધે જ મને કોરોના નહિ થયો હોય ને? મને એ જ ચિંતા થાય છે કે હું અહીં છું મારું 5વર્ષનું બાળક ઘરે છે કેમ કરીને એ મારાં વિના રહેતું હશે.
ઉકેલ: બાળકને સ્વસ્થ રાખવા અને પરિવારને સલામત રાખવા માટે તમારે નિયમ મુજબ એકાંતવાસમાં અને હોસ્પિટલમાં રહેવું ખૂબ જ જરૂરી. એક મા 9 મહિના સુધી પોતાના બાળકને જોયા વગર તેની તમામ જરૂરિયાત સમજી શકતી હોય તે મા બાળક માટે જલ્દીથી સાજી ન થઇ શકે? તેમને ઓટોસજેશન અને મેડિટેશન કરાવીને શાંત કર્યા.

પ્રશ્ન: મને ગુસ્સો આવે ત્યારે હું મારાં પિતાને મારું છું. મારાં પિતા કંઈપણ બોલે તો મને ગુસ્સો આવે અને હું હાથ ઉપાડી લઉં છું. ચા ઠંડી થઇ એટલું કહે તો પણ મારાથી સહન નથી થતું. મારી મા અને બેન કહે તે જ હું સાચું માનું. મારા પિતા ખૂબ જ ખરાબ વ્યક્તિ મને લાગે છે.
ઉકેલ: અધ્યાપકોએ આવેલ વ્યક્તિના પરિવારની મનોવૈજ્ઞાનિક હિસ્ટ્રી ખંગાળી. નાનપણમાં આ યુવાન ખૂબ જ જિદ્દી હશે ત્યારે પિતા દ્વારા કડક વલણ દાખવવામાં આવતું. તેને માર મારવામાં આવતો. બાળપણની ઊંડી પિતા પ્રત્યેની નફરત ઘણા વર્ષો પછી બહાર આવી. તે યુવાનને માતાપિતાનું મૂલ્ય સમજાવાયું. ઘણો સમય રડ્યા પછી ઘણા સમયે તે તેનાં પપ્પાને ગળે વળગીને મળ્યો.

અન્ય સમાચારો પણ છે...