તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:10 દિવસમાં 5 બાઇકની ચોરી કરનાર ઉઠાવગીર પકડાયો

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હેન્ડલ લોક વગરના બાઇક ચોરી કરી ફેરવતો

શહેરમાં વધી રહેલા વાહનચોરીના બનાવો વચ્ચે છેલ્લા દસ દિવસમાં ચોરી થયેલા પાંચ વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. શહેરના માલવિયાનગર પોલીસમથકના કોન્સ. ભાવેશ ગઢવી, હરપાલસિંહ જાડેજા દોઢસો ફૂટ રિંગ રોડ પર પેટ્રોલિંગમાં હતા. ત્યારે એક શંકાસ્પદ જણાતા ટુ વ્હિલર પર શખ્સ પસાર થતા તેને અટકાવી વાહનના કાગળો માગ્યા હતા, પરંતુ તે શખ્સ ગલ્લાં તલ્લાં કરવા લાગતા તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તે મોરબી રોડ બજરંગપાર્ક-4માં રહેતો અને રખડતું જીવન ગાળતો અશ્વિન ઉર્ફે પટેલ મણિલાલ મહેતા હોવાનું જણાવ્યું હતું.

આકરી પૂછપરછમાં તેને આ વાહન સહિત કુલ પાંચ વાહન ચોરી કર્યાની કબૂલાત આપતા તેની સામે કાર્યવાહી કરી ધરપકડ કરી છે. અશ્વિન ઉર્ફે પટેલે પૂછપરછમાં છેલ્લા દસ દિવસની અંદર સંતકબીર રોડ પરથી બે અને ભગીરથ સોસાયટી, માર્કેટિંગ યાર્ડ પાસેથી ત્રણ મળી પાંચ વાહન ચોર્યાની કેફિયત આપી છે.

પોલીસે અશ્વિન ઉર્ફે પટેલ પાસેથી પાંચેય ચોરાઉ વાહન કબજે કર્યા છે. અગાઉ જુગારના બે ગુનામાં પકડાઇ ચૂકેલો અશ્વિન ઉર્ફે પટેલ વિસ્તારમાં રખડતો રહેતો હોય હેન્ડલ લોક કર્યા વગરના પાર્ક કરેલા ટુ વ્હિલર હંકારી જતો હતો. બાદમાં તેની ડુપ્લિકેટ ચાવી બનાવી વાહન ફેરવતો હતો. પેટ્રોલ ખાલી થતા તે ખોડિયારનગર પાસેના ખુલ્લા પટમાં રેઢું મૂકી દેતો હતો.

અન્ય સમાચારો પણ છે...