તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:1 વર્ષમાં 18 વાહનની ડેકી તોડી ચોરી કરનાર પકડાયો

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ડેકીમાંથી રોકડ અને ઘરેણાં ચોર્યાની કબૂલાત

વાહનોની ડેકી તોડી ચોરી કરવાના બનાવોનો ભેદ ઉકેલવામાં તાલુકા પોલીસને સફળતા મળી છે. જીવરાજપાર્ક, અંબિકા ટાઉનશિપ પાસે એક શખ્સ ઘર પાસે પાર્ક કરેલા વાહનોની ડેકી ફંફોળતો હોવાની તાલુકા પોલીસને માહિતી મળી હતી. જેના આધારે તુરંત એક ટીમ ત્યાં દોડી જઇ રૈયારોડ, જીવનનગર-5માં રહેતા નિકુંજ ઉર્ફે જીગો સુનિલ ચોટલિયા નામના શખ્સને પકડી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી જુદા જુદા વાહનોની પાંચ ચાવી, મોબાઇલ, એક્ટિવા તેમજ રોકડા રૂ.7 હજાર મળી આવ્યા હતા.

જેથી તેની અટકાયત કરી પોલીસમથક લઇ જવાયો હતો. આકરી પૂછપરછમાં પોપટ બની ગયેલા નિકુંજે છેલ્લા એક વર્ષમાં 18 ટુ વ્હિલરની ડેકી તોડી અંદરથી રોકડ ઉપરાંત મોબાઇલ, સોનાના ઘરેણાંની ચોરી કર્યાની કબૂલાત આપી છે. 2017 અને 2018માં ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નિકુંજની ધરપકડ કરી વધુ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો