તાકીદ:હિરાસર એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ ઓગસ્ટમાં તૈયાર થશે, ટ્રાયલ લેવાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને હિરાસર એરપોર્ટની મુલાકાત લીધી, બાકી કામ વહેલામાં વહેલી તકે પૂરા કરવા માટે તાકીદ

ગુરુવારે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમારે હિરાસર એરપોર્ટની મુલાકાત લીધી હતી. અને બાકી કામ વહેલું પૂરા કરવા માટે તાકીદ કરી હતી. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ હિરાસર એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ ઓગસ્ટ -2022 સુધીમાં પૂરું થઇ જાશે. અને પ્રથમ ઈનોગ્રેશન ફ્લાઇટ ઓપરેટ થશે.

એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ સંજીવ કુમાર દિલ્હીથી ફ્લાઇટ મારફતે રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ ત્યાંથી તેઓ હિરાસર એરપોર્ટના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તેમજ કામ કરતા કર્મચારી, કોન્ટ્રાક્ટર સાથે તેમણે બેઠક કરી હતી. તેમજ સમસ્યા જાણી હતી.જેનું નિરાકરણ લાવ્યું હતું. સંજીવ કુમારે કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી. જણાવ્યું હતું કે, જો એક શિફ્ટમાં કામ ચાલતું હોય તો ત્રણ શિફ્ટમાં કામ કરો જેથી કામ વધુ ઝડપી બને. હિરાસર એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ ઓગસ્ટ માસ સુધીમાં પૂરું થાય તે માટે તાકીદ કરી હતી.

જ્યારે અન્ય કામકાજ નવેમ્બર 2022 સુધીમાં પૂરું થઇ જાય તેમ જાણવા મળી રહ્યું છે. હિરાસર એરપોર્ટ પર 2700 મીટરનો રન-વે તૈયાર થઇ ગયો છે. બાઉન્ડરી વોલની કામગીરી પૂર્ણતાના આરે છે. બોકસ કલ્વર્ટની કામગીરી હાલમાં ચાલી રહી છે.બેઠકમાં જિલ્લા કલેક્ટર, એરપોર્ટ ડિરેક્ટર સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને ટર્મિનલ બિલ્ડિંગ, એટીસી બિલ્ડિંગ, ફાયર સ્ટેશન બિલ્ડિંગ સહિતની કામગીરી નિહાળી હતી. હિરાસર એરપોર્ટ પર ઈનોગ્રેશન ફ્લાઇટ ઓપરેટ થશે. પણ આ ફ્લાઇટ કોની હશે, ક્યા દિવસે લેન્ડ થશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી કે શિડ્યૂલ હજુ જાહેર નહિ થયો હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...