તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Tendency Of The University To Waive Only 10 Per Cent Fees In Colleges: Because, Most Of The Institutions Belong To The Leaders

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકુચિત સૂચન:કોલેજોમાં માત્ર 10 ટકા ફી માફી કરવા યુનિવર્સિટીનું વલણ : કારણ કે, મોટાભાગની સંસ્થા નેતાઓની છે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે રાજ્યભરની યુનિવર્સિટીના કુલપતિ સાથે ઓનલાઈન બેઠક યોજી ફી ઘટાડવા મુદ્દે સૂચનો મગાવ્યા

રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને 25 ટકા ફી માફી મળ્યા બાદ હવે રાજ્ય સરકાર કોલેજોના વિદ્યાર્થીઓને પણ ફી માફીનો લાભ આપવા જઈ રહી છે. આ માટે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે ગુરુવારે રાજ્યભરની યુનિવર્સિટીના કુલપતિ સાથે ઓનલાઈન બેઠક કરી હતી અને તમામ પાસેથી કોલેજોની ફી કેટલી માફી આપી શકાય તે માટેના સૂચનો માગ્યા હતા જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કોલેજોની ટ્યૂશન ફીમાં માત્ર 10 ટકા જ ઘટાડો સૂચવ્યો હતો. એક તરફ ખાનગી કોલેજોમાં જુદા જુદા પ્રોફેશનલ કોર્સની તોતિંગ ફી વસૂલવામાં આવી રહી છે જેમાં વધુને વધુ માફી મળે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક રીતે લાભ થઇ શકે તેમ છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી માત્ર 10 ટકા જ ફી માફી કરવાનું સૂચન કરાયું છે.

રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગુરુવારે યોજાયેલી રાજ્યભરના કુલપતિઓની ઓનલાઈન બેઠકમાં ખાનગી અને ગ્રાન્ટેડ કોલેજોની ફી ઘટાડા મુદ્દે અભિપ્રાયો લેવાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કુલપતિ ડૉ. નીતિન પેથાણી, કોલેજના પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજોનું પ્રથમ સત્ર પૂરું થઇ ગયું છે હવે સરકાર ફી ઘટાડાની જાહેરાત કરે તો સંભવત બીજા સત્રમાં વિદ્યાર્થીઓને લાભ મળી શકે.

વાર્ષિક 40 હજારથી વધુ ફી હશે તેને જ ફી માફીનો લાભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કોલેજોની ફી માફ કરવા અંગેનું સૂચન કરાયું છે તેમાં જે કોલેજોની વાર્ષિક ફી 40 હજાર કે તેથી વધુ હશે તે જ કોર્સના વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ મળશે. જે કોર્સની વાર્ષિક ફી 40 હજારથી ઓછી છે તે કોર્સના વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ નહીં મળે.

મેડિકલ-ઈજનેરીમાં લાભ, BA, B.com.માં નહીં
મેડિકલ, પેરામેડિકલ તથા ઈજનેરી-ફાર્મસી સહિતના ટેક્નિકલ અને પ્રોફેશનલ કોર્સ કે જેની વાર્ષિક ફી 40 હજારથી વધુ છે તે કોર્સમાં ફી માફીનો લાભ મળવા પાત્ર થશે, જ્યારે તે સિવાયના બી.કોમ સહિતના નોન પ્રોફેશનલ કોર્સ માટે સંભવત ફી ઘટાડાનો લાભ નહીં મળે. ફી ઘટાડાને લઈને નિષ્ણાતો અભ્યાસ કરી સરકારને ભલામણો કરશે.

માત્ર સૂચન કર્યું છે, આખરી નિર્ણય સરકાર લેશે
સરકારના શિક્ષણ વિભાગ સાથે ઓનલાઈન બેઠકમાં યુનિવર્સિટી તરફથી 10 ટકા ફી ઘટાડાનું સૂચન કર્યું છે. આ માત્ર સૂચન છે, બાદમાં સરકાર આ બાબતે ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરી નિર્ણય લેશે. સરકારના નિર્ણય બાદ કોલેજોના વિદ્યાર્થીઓને ફી ઘટાડાનો લાભ મળી શકે છે.- ડૉ. નીતિન પેથાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો