તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Temperature In Rajkot Reached 9.2 Degrees Celsius, The Temperature Will Remain The Same For Two More Days, The Maximum Temperature Reached 25.6 Degrees Celsius.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:રાજકોટમાં તાપમાનનો પારો 9.2 ડિગ્રીએ પહોંચ્યો, હજુ બે દિવસ સુધી આટલું જ તાપમાન રહેશે, મહત્તમ તાપમાન 25.6 ડિગ્રીએ પહોંચ્યું

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોલ્ડવેવની આસર હતી. જેને કારણે ઠંડીનો પારો 8.3 ડિગ્રી થયો હતો. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને તાપમાન 9.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી થયું હતું. 28 ડિસેમ્બરે ઠંડીનો પારો 8.5 હતો અને મંગળવારે 29 ડિસેમ્બરના રોજ તાપમાનનો પારો 8.3 ડિગ્રી થયો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ બે દિવસ સુધી તાપમાન આટલું જ રહેશે. ત્યાર પછી તાપમાનમાં ફેરફાર આવશે. આ ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે. બુધવારે હવામાં ભેજનું પ્રમાણ 22 ટકા રહ્યું હતું.

આથી રાજકોટવાસીઓ શીતલહેર અને તીવ્ર ઠંડી વચ્ચે ભારે ઠૂંઠવાઇ રહ્યા છે. છેલ્લા 3 દિવસની વિગતો જોઇએ તો ગત 28ના રોજ શહેરનું લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું અને સવારે પવનની ઝડપ 30 કિ.મી. રહી હતી તથા બપોરે મહત્તમ તાપમાન માત્ર 28.3 ડિગ્રી નોંધાયું હતું.જોકે ઠંડો પવન ફૂંકાતા બે દિવસથી રાજકોટમાં ઠારનો અનુભવ થઈ રહ્યો છે.જાન્યુઆરી મહિનામાં ન્યુનતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે જેને કારણે ઠંડીનો પારો 11 ડિગ્રીએ પહોંચશે તેમ હવામાન ખાતાએ આગાહી કરી છે. જો કે, ઉત્તરના પવનોને કારણે હજુ બેથી ત્રણ દિવસ વાતાવરણ ટાઢુબોળ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો