તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ બાદ હવામાં ભેજ વધ્યો:રાજકોટમાં તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચ્યું, બફારો વધ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

રવિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે પવનની ઝડપમાં વધારો થયો હતો. 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. રાજકોટમાં તાજેતરમાં જ વરસાદ વરસ્યો હોવાથી હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ બફારાનો અહેસાસ કર્યો હતો.

રવિવારે આખો દિવસ ધૂપછાંવ જેવું વાતાવરણ રહ્યું હતું. જોકે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ નહિ પડવાને કારણે બફારાનું પ્રમાણ વધારે રહ્યું છે. રવિવારે લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયે પવનની ઝડપ 12 કલાક પ્રતિ કિલોમીટર રહી હતી.વરસાદના વિરામ વચ્ચે રાજકોટમાં છેલ્લા બે દિવસથી તાપમાન 36.5 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યો છે.વરસાદ બાદ હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો અસહ્ય બફારાનો અનુભવ કરી રહ્યા છે. રાજકોટમાં જૂન માસમાં સેન્ટ્રલ ઝોનમાં 8.88 ઈંચ, વેસ્ટ ઝોનમાં 8.8 ઈંચ અને ઈસ્ટ ઝોનમાં 8.28 વરસાદ વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...