તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:રાજકોટમાં તાપમાનનો પારો 33.8 ડિગ્રીએ પહોંચ્યો

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધઘટ થાય છે, પરંતુ રવિવારે તાપમાનનો પારો યથાવત્ રહ્યો હતો. તેમાં કોઇ ફેરફાર જોવા નહોતો મળ્યો. રવિવારે ગરમીનો પારો 33.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે હવામા ભેજનું પ્રમાણ હોવાને કારણે વાતાવરણ વાદળછાયુ રહ્યું હતું.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર 31 ઓગસ્ટ સુધી આવા જ પ્રકારનું વાતાવરણ રહેશે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનમાં આવી ગયું છે. જે ચોમાસા માટેના સારા સંકેતો છે. રવિવારે સવારે લઘુતમ 27.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા રહ્યું હતું. સવારે પવનની ઝડપ ઓછી રહેતા તેની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

અન્ય સમાચારો પણ છે...