તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:તાપમાનમાં ઘટાડો, ગુરુવારે 40.8 ડિગ્રી નોંધાયું

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • આગામી બે દિવસ બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી

શહેરમાં અસહ્ય ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે ગુરુવારે તાપમાનમાં 1.2 ટકાનો ઘટાડો જોવા મળતા રાજકોટનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનતમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાતા લોકોને ગરમીમાં થોડો હાશકારો થયો હતો.

સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 70 ટકા રહ્યું હતું અને સાંજે માત્ર 11 ટકા નોંધાયું હતું. હવાની ગતિ અંગે જો વાત કરવામાં આવે તો સવારે પવનની ગતિ 17 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી, જ્યારે સાંજે 8 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. હાલના સમયમાં ગરમી અને તાપથી બચવા માટે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહી મુજબ આગામી બે દિવસ બાદ ફરી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ સર્જાશે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સાઉથ ઈસ્ટ દિશામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે અને તેની અસરના ભાગરૂપે ભેજવાળા પવનો દરિયા તરફથી ફૂંકાતા હોવાથી ગરમીનું પ્રમાણ ઘટશે, પરંતુ બફારો વધશે તેમ જણાઈ રહ્યું. હીટવેવના પગલે સનસ્ટ્રોકના કેસની સંખ્યામાં વધારો ન થાય તે હેતુસર લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે કે, તેઓ કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને જો નીકળવાનું થાય તો હળવા કપડાં પહેરે જેથી તેઓને ગરમી ન લાગે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો