વેધર:એક દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું, આજથી ઠંડીનું જોર વધશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી થતા ઠંડી અનુભવાઈ

રાજકોટમાં શનિવારે ઠંડીનો પારો 3 ડિગ્રી નીચો જતા લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી થયો હતો. આજથી ઠંડીનું જોર વધશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. શનિવારે વાતાવરણ તો ચોખ્ખું થયું હતું, પરંતુ લઘુતમ તાપમાન નીચું જતા અને પવનની ઝડપ વધતા આખો દિવસ ઠંડી અનુભવાઈ હતી. શુક્રવારે મહત્તમ તાપમાન 15.3 ડિગ્રી હતું અને શનિવારે લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું હતું.

શનિવારે સવારથી જ ઠંડી જોવા મળી હતી. જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રીએ યથાવત્ રહ્યું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ 86 ટકા રહ્યું હતું. બપોરના સમયે આ પ્રમાણ ઘટીને 34 ટકા થઈ ગયું હતું. જ્યારે પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. હવામાન ખાતાના જણાવ્યાનુસાર ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી હવે ત્રણ- ચાર દિવસ ઠંડીનું જોર રહેશે.

આ મહિનામાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પણ પહોંચી શકે તેવી સંભાવના છે.જોકે ગત સપ્તાહે ઉપરા- ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયા હતા. જેના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શિયાળે માવઠું થયું હતું. રાજકોટ ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...