તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સામૂહિક આપઘાત કેસમાં SITની રચના કરતા CP, ડીસીપીના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસ કરશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં નવ દિવસ પહેલા બનેલા સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે સ્પે.ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. નાનામવા રોડ, શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી કમલેશભાઇ લાબડિયાએ કારખાનેદાર દિલીપ કોરાટ અને એડવોકેટ આર.ડી.વોરાએ મકાન ખરીદીમાં છેતરપિંડી કરતા પુત્ર અંકિત, પુત્રી કૃપાને ઝેરી પ્રવાહી પીવડાવ્યા બાદ કમલેશભાઇએ પણ પી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એક પછી એક ત્રણેયના સારવારમાં મોત નીપજ્યા હતા. આ કેસમાં પોલીસ કમિશનરે સ્પે.ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. જેમાં ડીસીપી જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી જે.એસ.ગેડમ, એસઓજી પીઆઇ આર.વાય.રાવલનો સમાવેશ કરાયો છે.

અગાઉ પણ SIT કંઇ કરી શકી નથી
અગાઉ રોકાણકારોને લાખો રૂપિયા ચાઉ કરી જઇ છેતરપિંડી કરવાના બનાવની, જેલમાંથી મળેલા મોબાઇલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓના પ્રકરણની અને ઉદય કોવિડ સેન્ટરમાં લાગેલી આગમાં મોતને ભેટેલા દર્દીઓના બનાવની યોગ્ય તપાસ માટે સ્પે.ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી, પરંતુ ઉપરોક્ત ત્રણેય બનાવની તપાસ હજુ ઠેરની ઠેર હોય આ આપઘાતની ફરજ પાડવાના બનાવમાં એસઆઇટીની તપાસ કયાં સુધી પહોંચશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...