તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Teacher Is The Address To Tell The Truth, The Student Repents By Telling The Teacher The Mistake He Cannot Tell The Parents

શિક્ષકદિન વિશેષ:શિક્ષક એટલે સત્ય બોલવાનું સરનામું, માતા-પિતાને ન કહી શકે તે ભૂલ શિક્ષકને કહીને વિદ્યાર્થી પશ્ચાતાપ કરે છે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અનેક વિદ્યાર્થીઓ વર્ષો બાદ પણ શિક્ષકોને ફોન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે

ભારતની ગુરુ શિષ્ય પરંપરા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, આજે પણ ગુરુપૂર્ણિમા અને શિક્ષક દિને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષક (ગુરુ) પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, રાજકોટના શિક્ષકોએ શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ સાથેના તેમના અનુભવો વ્યક્ત કર્યા ત્યારે એ વાત સ્પષ્ટ થઇ કે વિદ્યાર્થીઓ માટે સત્ય બોલવાનું સરનામું એટલે શિક્ષક.

વિદ્યાર્થીકાળ દરમિયાન પોતાનાથી થયેલી નાની મોટી ભૂલની માતા-પિતા પાસે કબૂલાત નહીં કરી શક્તા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષક પાસે દિલ ખોલીને પોતાની ભૂલ સ્વીકારે છે અને શિક્ષક પણ એ કે એવી કોઇપણ ભૂલ ભવિષ્યમાં થાય નહીં તે માટે વિદ્યાર્થીને જે સલાહ કે માર્ગદર્શન આપે છે જેનાથી વિદ્યાર્થીની જિંદગીનો માર્ગ જ બદલાઇ જાય છે.

સાથીની આંખને નુકસાન કરનાર વિદ્યાર્થીનો શિક્ષકદિને ફોન આવે છે
ધોળકિયા સ્કૂલના પ્રિન્સિપાલ અંશુમનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાર્ગવ ભીમજિયાણી ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો ત્યારે ચંચળ અને તોફાની હતો, એક દિવસ તેણે તેના સાથીછાત્ર સાથે મારકૂટ કરતા તે વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઇજા થઇ હતી, આ ઘટના બાદ ભાર્ગવને ઠપકો આપવાના બદલે સમજાવ્યો હતો. હાલ ભાર્ગવ મિકેનિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે, પરંતુ દર વર્ષે શિક્ષક દિને અંશુમનભાઇને ફોન કરી તેમણે આપેલા માર્ગદર્શન અને સલાહથી જિંદગીમાં જે બદલાવ આવ્યો તેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

વિદ્યાર્થી આવીને બોલ્યો ‘ભૂલ થઇ ગઇ મેં સ્પીકર સળગાવ્યું’તું’
ક્રિષ્ના સ્કૂલના શિક્ષક રોનકભાઇ રાવલે કહ્યું હતું કે, સ્કૂલની હોસ્ટેલમાં એક દિવસ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સ્પીકરમાં આગ લાગી હતી, આગ કોણે લગાવી તે તપાસ કરવા છતાં જાણવા મળ્યું નહોતું, એક દિવસ અધિરાજસિંહ ચૌહાણ નામનો વિદ્યાર્થી આવ્યો હતો અને તેણે કહ્યું, ‘મારાથી ભૂલ થઇ ગઇ છે, મજાક મશ્કરીમાં મેં જ સ્પીકરને આગ લગાવી હતી’, તેણે જ્યારે આગ લગાડ્યાની કબૂલાત આપી ત્યારે તેની આંખમાં જે સચ્ચાઇ અને પ્રાયશ્ચિત દેખાતું હતું, એ ઘટના બાદ એ વિદ્યાર્થીની રહેણીકરણીમાં આવેલો બદલાવ સ્પીકરમાં થયેલા નુકસાન કરતાં અનેકગણો લાભદાયક પુરવાર થયો.

અન્ય સમાચારો પણ છે...