તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ટેક્સ ડિફોલ્ટરે 20 વર્ષ સુધી ટેક્સ ન ભર્યો, હવે તંત્ર જાગ્યું

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આવક કરતા ઓછી રકમનો ટેક્સ ભરનારને ત્યાં જીએસટી અને ઈન્કમટેક્સ બન્ને દરોડા પાડીને તાત્કાલિક ટેક્સની વસૂલાત કરતું હોય છે. ત્યારે ગાંધીધામના એક ટેક્સ ડિફોલ્ટરના કિસ્સામાં 20 વર્ષ બાદ ટેક્સની વસૂલાત કરવા માટે ઈન્કમટેક્સ અને જીએસટી વિભાગે આળસ મરડી છે અને ટેક્સ ડિફોલ્ટરની મિલકત અને મશીનરીની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીધામની વિષ્ણુ ઓઈલ એન્ડ વનસ્પતિ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીએ ટેક્સની રકમ નહીં ચૂકવતા પહેલા નોટિસ આપી હતી. આમ છતા પેઢીએ નોટિસને અવગણતા આખરે તેની મિલકત અને મશીનરીની હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે.26 માર્ચના રોજ જીએસટી અને આઇટી બાકી ટેક્સની વસૂલાત કરશે. જીએસટી વિભાગએ 83.76 કરોડ અને ઇન્કમટેક્સે 5.60 કરોડનો ટેક્સ વસૂલવાનો બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો