હેલ્પલાઈન જાહેર:આર્મી ભરતી પરીક્ષા માટે તંત્રે 12 કમિટી બનાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 27મીથી વિવિધ જિલ્લાઓમાંથી રાજકોટ આવશે ઉમેદવારો, હેલ્પલાઈન જાહેર

રાજકોટમાં સૈન્ય ભરતી મેળાનું આયોજન થઈ રહ્યું છે તેના આયોજનને લઈને જિલ્લા વહીવટી તંત્રએ સઘળું આયોજન કરીને 12 કમિટીની રચના કરી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા. 27 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી આર્મી ભરતી રેલી છે જેમાં અગ્નિવીર તરીકે ભરતી થવા ઈચ્છતા યુવાનોની પસંદગી કરાશે. આ મેળામાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો તેમજ કચ્છ, બોટાદ, ભાવનગર, પાટણ અને દીવ સહિતના વિસ્તારોમાંથી ઉમેદવારો ભરતી માટે આવશે અને ભરતી રેલીમાં દરરોજ 4000ની કસોટી લેવાશે.

અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર કારકુન / સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડ્સમેન અને અગ્નિવીર ટ્રેડ્સમેન શ્રેણીઓ ભરતી હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો આવશે. ઉમેદવારોને તેમના પ્રવેશ કાર્ડ પર દર્શાવેલ તારીખ મુજબ જિલ્લા અને તાલુકા મુજબ ચકાસવામાં આવશે. આ ઉમેદવારોની બાયોમેટ્રિકલી ચકાસણી કરવામાં આવશે.રેલી દરમિયાન ઉમેદવારોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ યુનિવર્સીટી દ્વારા સંયુક્ત રીતે વિવિધ 12 કમિટીઓ કાર્યરત રહેશે. ઉમેદવારોને કોઇપણ સમસ્યા કે માર્ગદર્શન માટે 0288-2550346 અને 7766976188 પર કૉલ કરીને સંપર્ક સાધવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...