રાજકોટમાં ઓક્સિજનની અછત:વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન, હવે 100 ટન ઓક્સિજન આપવાનું તો કહ્યું પણ હોમઆઇસોલેશનવાળા દર્દીઓ ક્યાં જશે?

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરાવવા માટે લાંબી કતારો. - Divya Bhaskar
ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરાવવા માટે લાંબી કતારો.

રાજકોટમાં ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. આ માટે ખરેખર કેટલી જરૂરિયાત છે તે જાણવા માટે એનેસ્થેટિસ્ટ ડો. હેતલકુમાર વડેરાનો સંપર્ક કરાયો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક દર્દીને ઓક્સિજન અને વેન્ટિલેટર મુજબ અલગ અલગ જથ્થાની જરૂર પડે છે પણ કુલ દર્દીઓ વચ્ચે એક અંદાજ લગાવીએ તો ઓક્સિજન પરના દર્દીને 24 કલાકમાં 20 કિલો જ્યારે વેન્ટિલેટર પર રખાય તો 80 કિલો જથ્થો જોઈએ. ભાસ્કરે રાજકોટમાં દાખલ થયેલા તમામ દર્દીઓની વિગત લીધી હતી જે મુજબ રાજકોટમાં 3116 દર્દી ઓક્સિજન સપોર્ટ, જ્યારે 586 વેન્ટિલેટર સહિત કુલ 3702 દર્દી ગંભીર છે.

ઓક્સિજન આપવા હોમ આઇસોલેશનના દર્દીઓને ગણ્યા જ નથી
આ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પ્રતિદિન સાથે ગણતા દૈનિક 109 ટન જથ્થો જોઈએ તેવું ગણતરીમાં સામે આવ્યું છે. માત્ર સરકારી અને ખાનગી હોસ્પિટલ કે જે માન્ય કરેલી છે અને મંજૂરી મેળવેલી તેના જ દર્દીઓને 110 ટન જોઈએ જ્યારે નર્સિંગ હોમ તેમજ હોમ આઈસોલેશનના દર્દીઓને તંત્રએ ગણતરીમાં જ ન લીધા હોય તેમ તે આંક જ બતાવ્યો નથી. બીજી તરફ માત્ર 3700 દર્દીઓ માટેના 110 ટન ઓક્સિજનના જથ્થા સામે અત્યાર સુધી 70 ટન જ ઓક્સિજન મળતો અને હવે 100 ટન મળવાનો માત્ર વાયદો કરાયો છે તેમાં પણ હોમ આઈસોલેશનના દર્દીઓને ગણાયા નથી.

અન્ય સમાચારો પણ છે...