તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The System Came To A Standstill After Receiving A Complaint That A Bogus Token Was Being Made In Rajkot To Get Vaccinated. From Now On, The Token Will Be Signed With The Symbol Of RMC.

મેયરનો નિર્ણય:રાજકોટમાં બોગસ ટોકનથી વેક્સિન લેવાની ફરિયાદ મળતા તંત્ર હરકતમાં આવ્યું, હવેથી ટોકન પર RMCના સિમ્બોલ સહિત તારીખ-સહી કરાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રદીપ ડવ, મેયર, રાજકોટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
પ્રદીપ ડવ, મેયર, રાજકોટ - ફાઇલ તસવીર

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોના વેક્સિન આપવામાં આવે છે. ત્યારે આ વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા જળવાય રહે તે માટે ટોકન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં મહાપાલિકાના ટોકન જેવા જ બોગસ ટોકન બનાવીને વેક્સિનેશનમાં વહેલો વારો લેવાનું કારસ્તાન શરૂ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ અંગે શાસકો દ્વારા તપાસનો આદેશ કરી ટોકન બદલવા નિર્ણય કર્યો છે.

સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો
બોગસ ટોકનની ફરિયાદ મળ્યા બાદ મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, ટોકન અંગેની ફરિયાદો વિવિધ વોર્ડમાંથી મળી રહી છે અને આ ફરિયાદને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. તરત જ નવા પ્રકારના ટોકન તૈયાર કરી તેમાં મહાપાલિકાનો લોગો મૂકવા અને અધિકારીની સહી તેમજ ક્રમાંક નંબર અને તારીખ લખવા વ્યવસ્થા કરવા નક્કી કરાયું છે. આ માટે કોઈ ડુપ્લીકેટ કે બોગસ ટોકન બનાવી વેક્સિનેશનમાં વહેલો વારો ન લઈ લેવા પ્રયત્ન કરશે તો તેની સામે કાર્યવાહી કરી શકાય.

હાલમાં મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જે ટોકન અપાય છે તે સાદા પૂઠામાંથી બનાવેલા ટોકન હોય છે અને તેના પર બોલપેનથી નંબર લખેલા હોય છે. દરેક આરોગ્ય કેન્દ્ર પર 300 જેટલા ટોકન આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારના બોગસ ટોકન બનાવવા તદ્દન સરળ હોય આસાનીથી નાગરિકો બોગસ ટોકન બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, વેક્સિનેશનમાં ભારે ધાંધિયા ચાલી રહ્યા હોવાથી અને લોકોએ કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડતું હોવાથી હેરાનગતિ થાય છે. આ મામલે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, તેઓ તેમજ અન્ય તમામ પદાધિકારીઓ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે અને લોકોને પડતી મુશ્કેલીઓ જાણી તેનો નિકાલ કરશે તદ ઉપરાંત તમામ નગરસેવકોને પણ સૂચના અપાઈ છે. જે તે વોર્ડના નગરસેવક તેમના વોર્ડના આરોગ્ય કેન્દ્રમાં સતત સંપર્કમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...