તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનેતાની ભાળ:બાળકીને તરછોડી દેવાના કેસમાં શકમંદોને ઉઠાવાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના ખીજડિયા પાસેથી નવજાત બાળકી મળી હતી

પડધરીના નાના ખીજડિયા ગામની સીમમાંથી શનિવારે વહેલી સવારે નવજાત બાળકી જીવિત મળી આવી હતી. બાળકીને તરછોડી દેનાર તેની જનેતાની ભાળ મેળવવા પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા હતા અને ગણતરીની કલાકોમાં તે મહિલા સુધી પહોંચવાનો પોલીસે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

નાના ખીજડિયા ગામના તળાવના પટ્ટમાંથી શનિવારે વહેલી સવારે 6.30 વાગ્યે નવજાત બાળકી મળી આવી હતી. પડધરી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ ખોખર સહિતના સ્ટાફે બાળકીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને બાળકીને તરછોડનાર અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ ખોખરે જણાવ્યું હતું કે, બાળકી જ્યાંથી મળી તે સ્થળ નજીક તપાસ કરતા બાળકીનો જન્મ પણ મળી તેની આસપાસમાં જ થયો હતો, પ્રસૂતિ વખતે મહિલાને થયેલા બ્લીડિંગ સહિતના પુરાવા પણ મળ્યા હતા.

પોલીસે બાળકીની જનેતાને શોધી કાઢવા માટે પડધરી તાલુકાની આંગણવાડીનો સંપર્ક કરી સગર્ભાઓની યાદી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...