તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રહ-નક્ષત્રનું ગરમીનું ગણિત:13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશશે, 15મી બાદ પારો 43 ડિગ્રીએ પહોંચશે

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 1થી 8 મે સુધી ચૈત્રી દનૈયા દરમિયાન જેટલી વધુ ગરમી પડે એટલું ચોમાસું સારું રહેશે

તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે આ વર્ષે ઉનાળાની ગરમી આકરી હોવાનું ગ્રહ-નક્ષત્રનું ગણિત દર્શાવે છે. 10 એપ્રિલથી ગરમીનું પ્રમાણ હજુ વધશે. જ્યોતિષશાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે તારીખ 13 એપ્રિલના રાત્રે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ ગરમીનું પ્રમાણ ઉત્તરોતર વધશે અને તારીખ 15 એપ્રિલ પછી તો તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. પંચાંગ પ્રમાણે 19 એપ્રિલથી ગ્રિષ્મ ઋતુનો સત્તાવાર પ્રારંભ થાય છે અને ત્યારબાદ આકરી ગરમી પડશે.

ચૈત્ર મહિનામાં પાંચ મંગળવાર હોવાથી અને ચિત્ર મહિનાનો પ્રારંભ પણ મંગળવારથી છે અને પૂર્ણાહુતિ પણ મંગળવારથી થશે આથી ગરમી અને બીમારીમાં વધારો થાય, લોકોએ સાવચેત રહેવું જરૂરી બને. 29-30 એપ્રિલ દરમિયાન સૌથી વધુ ગરમી પડશે. તારીખ 1મેથી ચૈત્ર દનૈયાનો પ્રારંભ થશે જે 8 મે સુધી રહેશે. આમ ચૈત્ર દનૈયાની એવી ખાસિયત છે અને એવું માનવામાં આવે છે કે આઠ દિવસ જેટલી ગરમી વધારે પડે તેટલું ચોમાસું સારું જાય. મે મહિનામાં તારીખ 12, 13, 20, 21, 26,27 દરમિયાન પણ સૌથી વધુ ગરમી પડશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી બને.

12 મે પછી ગરમીનો પારો 43 ડિગ્રીથી પણ વધી શકે છે. જૂન મહિનામાં શરૂઆતથી જ બફારો વધુ રહેશે. કેટલાક સ્થળો પર થોડો વરસાદ પણ પડી શકે છે. આ વર્ષના બધા જ ગ્રહયોગ જોતા તથા 14 મેથી સૂર્ય રાહુનો ગ્રહણયોગ ગોચરમાં થશે તેથી ગરમી અને બીમારી ઉપરાંત અગ્નિથી બચવું જરૂરી બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો