તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:એઈમ્સના 14 અધ્યાપક હાજર, ડિસેમ્બરથી અભ્યાસ શરૂ કરાશે

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ટિ રેગિંગ સેલ, લોકલ પરચેઝ સહિતની સમિતિની રચના

એઈમ્સ રાજકોટમાં આ વર્ષથી જ એમબીબીએસના અભ્યાસ ક્રમ શરૂ કરીને હોસ્પિટલ બનીને તૈયાર થાય તે પહેલા રેસિડેન્ટ ડોક્ટર્સની પ્રથમ બેચ રાખવાની યોજના બનાવાઈ છે અને આ માટે એડમિશન થઈ ગયા છે અને અભ્યાસ શરૂ કરવા એઈમ્સ રાજકોટની મેન્ટર સંસ્થા એઈમ્સ જોધપુરના અધિકારીઓ રાજકોટ આવ્યા હતા.

રાજકોટ પીડીયુ કોલેજમાં એઈમ્સ જોધપુરના ડિરેક્ટર ડો. મિશ્રા, ડેપ્યુટી ડિરેક્ટર તેમજ બે પ્રોફેસરની ટીમ આવી હતી. અહીં તેમણે નોડલ અધિકારી ડો.ગૌરવી ધ્રુવ સાથે બેઠક કરી હતી અને નવનિયુક્ત 14 અધ્યાપક સાથે ચર્ચા કરીને અલગ અલગ કમિટી જેમ કે લોકલ પરચેઝ કમિટી, અન્ટિ રેગિંગ સેલ, હોસ્ટેલ મેસ સમિતિ, આઈ.ટી. કમિટી વગેરેની રચના કરી હતી. લાઇબ્રેરી માટે જગ્યા ચકાસી હતી અને હાલ પૂરતા પીડીયુ મેડિકલ કોલેજમાં પેથોલોજી વિભાગમાં જ તમામ પ્રોફેસરને ચેમ્બરની ફાળવણી કરાઈ છે. બેઠકમાં ચર્ચા કર્યા મુજબ ડિસેમ્બરના બીજા સપ્તાહથી જ અભ્યાસક્રમ શરૂ કરી દેવાશે તે માટે ખૂટતા ફર્નિચર અને સામાન માટે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટરની વરણી કરાઈ
એઈમ્સ રાજકોટના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે શ્રમદીપસિંહ સિન્હાની નિમણૂક કરાઈ છે. તેઓ 2004ની બેચના આઈઆરએસ અધિકારી છે. તેમજ બે એઈમ્સ શરૂઆતથી બનાવવાનો અનુભવ ધરાવે છે. તેઓએ રાજકોટ આવતા જ એઈમ્સની સાઈટની બે વખત વિઝિટ કરી હતી અને ડ્રાફ્ટ પ્લાનમાં કેટલાક સુધારા સૂચવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...