તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવેર અબાઉટ યોર ઓવન અભિયાન:વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ માટે શાળા-કોલેજમાં તાલીમ અપાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવેર અબાઉટ યોર ઓવન અભિયાનની શરૂઆત

શાળા- કોલેજે જતી વિદ્યાર્થિનીઓની છેડતી અટકે અને તે દરેક પરિસ્થિતિમાં સ્વરક્ષણ કરી શકે તે માટે રાજકોટની મહિલા સંચાલિત સંસ્થા દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે. આ અભિયાનને અવેર અબાઉટ યોર ઓવન નામ આપવામાં આવ્યું છે. તાલીમ દરમિયાન તેઓને સમયાંતરે ઉંમરમાં હોર્મોન્સમાં થતા ફેરફાર, જો કોઇ છેડતી કરે તો તેવા સમયે કેવી રીતે તેનો હિંમતભેર સામનો કરવો વગેરે બાબતો શીખવવામાં આવે છે. અત્યાર સુધી આ અભિયાન અંતર્ગત 1000 થી વધુ વિદ્યાર્થિનીઓને આ અંગે માહિતગાર અને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

આ અંગે માહિતી આપતા ઓજસ્વિની ફાઉન્ડેશનના પ્રમુખ હેમલબેન દવેએ જણાવ્યું હતું કે, સેનેટરી પેડની શાળા- કોલેજમાં વિતરણ કરતી વેળાએ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરતી વેળાએ ધ્યાનમાં આવ્યું કે, 15 વર્ષની ઉંમરે શરીરમાં થતા હોર્મોન્સ પરિવર્તન અને તેની અસરથી તેઓ અજાણ છે. આ અંગે કોઇની સાથે તે ખુલ્લીને વાત કરી શકતી નથી. હોર્મોન્સ પરિવર્તન એ એક સામાન્ય પ્રક્રિયા છે, તો પણ તેને અનેક પ્રશ્નોને લઇને મૂંઝવણ હોય છે.

આમ, છતાં તે ખુલ્લીને પોતાની સમસ્યા કોઈને જણાવી શકતી નથી, આ સિવાય શાળા-કોલેજના છૂટવાના સમયે તેની સાથે છેડતી થાય છે. તેમજ કેટલીક વિદ્યાર્થિનીઓ નાદાનીને કારણે રોમિયોની ચુંગાલમાં ફસાઈ ગયા હોવાના કિસ્સાઓ ધ્યાને આવ્યા. આ બાબતની ખબર પડ્યા બાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...