ઇનોવેશન:વિદ્યાર્થિનીએ બનાવ્યો મેજિક મિરર જેમાં ગીતો પણ વાગે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાયથનની ઓપન સીવી લાઈબ્રેરી, રાસબરી પાઈ મોડ્યુલ, રિલે વગેરેનો ઉપયોગ કરાયો

રાજકોટની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી રાજવી કોટેચાએ મેજિક મિરર બનાવ્યો છે. જે વ્યક્તિના ઈમોશનને સમજી શકશે અને તે મુજબના ગીત વગાડી શકશે તેટલું જ નહિ વીજ ઉપકરણો ચાલુ- બંધ થઈ શકશે. મેજિક મિરર બનાવવામાં પાયથનની ઓપન સીવી લાઈબ્રેરી, રાસબરી પાઈ મોડ્યુલ, રિલે વગેરેનો ઉપયોગ કરાયો છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજવી કોટેચાએ જણાવ્યું હતું કે, તેને પોતાના અભ્યાસ દરમિયાન આ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. આ મિરર સામાન્ય અરીસાનું કામ આપવા સાથે ઈમોશન ડિટેક્શન, ઘરના ઉપકરણોનું વોઈસ કમાન્ડથી કન્ટ્રોલિંગ,પર્સનલ આસિસ્ટન્ટ જેવું કામ કરશે.

આ મિરરનું અગત્યનું પાસું એ છે કે, તે સામે ઊભેલા વ્યક્તિના મોઢા પરથી તેની લાગણીઓ એટલે કે ઈમોશનને સમજી શકશે અને વ્યક્તિનો મૂડ જાણીને ગીત વગાડવાનું ચાલુ કરશે. વોઈસ કમાન્ડથી ઘરના વીજ ઉપકરણો જેમ કે, ટ્યૂબલાઈટ,પંખો, ફ્રીઝ, ટીવી,એસી વગેરે ચાલુ બંધ કરી શકાશે. આ મેજિક મિરર ઘરમાં તેમજ ઓફિસ અને વેપાર ઉદ્યોગમાં પણ ઉપયોગમાં લઇ શકાશે. આ પ્રોજેક્ટ માટે તેને 20 વર્ષની પેટન્ટ મળી છે.

અન્ય સમાચારો પણ છે...