મજબુરી:એવા 3 મજબૂર લોકોની મજબૂત કહાની વરસાદ અને વાવાઝોડામાં પણ ગુજરાન માટે બહાર નીકળ્યા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દીકરીની માતા ચાલુ વરસાદે રોજીરોટી માટે નીકળી - Divya Bhaskar
બે દીકરીની માતા ચાલુ વરસાદે રોજીરોટી માટે નીકળી

મંગળવારે વરસાદ અને વાવાઝોડાને કારણે લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ત્યારે ત્રિકોણબાગ પાસે ધર્મેન્દ્ર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી અને પારેવડી ચોક ખાતે બે મહિલા સહિત ત્રણ લોકો આર્થિક મજબૂરીમાં રોજીરોટી કમાવવા માટે બહાર નીકળ્યા હતા.

બે દીકરીની માતા ચાલુ વરસાદે રોજીરોટી માટે નીકળી
ધર્મેન્દ્ર રોડ પર ઉમાબેન મંગળવારે સવારથી જ પોતાની બે દીકરી સાથે આખો દિવસ એક ઓટલા પર બેસીને ગ્રાહકની રાહ જોઇ રહ્યા હતા. ઉમાબેને જણાવ્યું હતું કે, તેના પરિવારમાં તેના સિવાય કોઇ છે નહીં. રોજેરોજનું કમાઈને ખાઈ છે. જો તે બહાર ન નીકળે તો તેની બન્ને દીકરીને ભૂખ્યા રહેવું પડે.

મજૂર દંપતી ચાલતા ચાલતા નીકળ્યા
ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક મજૂર દંપતી પોતાના નાના બાળક અને માલસામાન સાથે નીકળી પડ્યું હતું. આ દંપતીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે, પરંતુ હાલમાં ખેતીકામ મળ્યું નથી. ક્યાંક મજૂરીકામ મળી જાય તે આશાએ આ દંપતી ચાલતા ચાલતા નીકળ્યા હતા. પેટીયું રળવા માટે ચાલુ વરસાદ અને વાવાઝોડામાં પણ મજૂરીની શોધમાં હતા.

ફ્રૂટ વેચતા રેંકડીધારક રેઈનકોટ વેચવા નીકળ્યા
​​​​​​​પારેવડી ચોક પાસે એક આધેડ રેંકડીમાં રેઈનકોટ લઇને વેચતા જોવા મળ્યા હતા. આ આધેડે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તેઓ કેરી અને ફ્રૂટ વેચે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં ફ્રૂટ કોઈ લેવા માટે આવે નહિ તે માટે તેમણે રેંકડીમાં ફ્રૂટના બદલે રેઈનકોટ લઈને રોજીરોટી કમાવવા નીકળી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...