તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ RTPCR કોભાંડમાં નવું કૌભાંડ:ઢાંકપિછોડો કરવા નિવેદનમાં વ્યક્તિની પત્ની-બાળકોના નામ બદલી સેમ્પલમાં જે નામ હતા તે લખી નાખ્યા; કલેક્ટરે તપાસનો આપ્યો આદેશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લા પંચાયતના અધિકારીઓએ જસદણ પહોંચી નવું જ કારસ્તાન કર્યું
  • કેટલા આરોગ્યકર્મચારીના નંબર છે તેની તપાસ બાજુમાં મૂકી કૌભાંડ છુપાવવાની તરકીબો શોધી

દિવ્ય ભાસ્કરે ખોટા નામ અને આરોગ્યકર્મીના નંબરો નાખીને ચાલતા RTPCR કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે તપાસ કરવાને બદલે તંત્રએ ઢાંકપિછોડા કરવાના શરૂ કર્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીઓ તો છેલ્લી પાટલીએ બેસીને નિવેદનો અને લખાણમાં ખોટા નામોનો ઉમરો કરી રહ્યા છે.

અધિકારીઓની વ્યક્તિના ઘરે જઈ તપાસ
ભાસ્કરની તપાસમાં જેમના નામે સેમ્પલ મોકલાયા હતા તેવા લોકોને શોધી કાઢ્યા હતા તે પૈકી 3ના નામ જાહેર કરી જણાવ્યું હતું કે, આ કોઇના સેમ્પલ લેવાયા જ નથી અને તેમના નામ લખી લેવાયા છે અને પરિવારમાં એવા નામ લખાયા છે જેમને તેઓ ઓળખતા જ નથી. જિલ્લા પંચાયતે કેટલા સેમ્પલ આરોગ્યકર્મીના નામે લેવાયા છે. નોકરી છોડી દીધો હોવા છતાં તબીબના નંબર શા માટે વપરાયા છે તેમજ ધોરાજીના મહિલાનો નંબર 200થી વધુ સેમ્પલમાં શા માટે વપરાયો છે આ બધા જ મુદ્દાઓ છોડીને ભાસ્કરે જે નામ લખ્યા હતા તે લોકોના ઘરે અધિકારીઓ પહોંચી ગયા હતા.

તંત્રએ પરિવારમાં ન હોવા છતાં પત્ની બનવી દીધી
તેમના નામ લખી સહી કરાવી લીધી અને બધી જ તરકીબો અજમાવી એમ કહ્યું કે, કોઇના ફોન આવે તો કહી દેજો કે સેમ્પલ લેવાયા છે. અહીં અધિકારીઓ એ ભૂલી ગયા કે તે વ્યક્તિના પરિવારજનોના નામ અલગ છે તે લખાણ કરાવી લીધું છે ભાસ્કરે આ વ્યક્તિઓના અને તેમના પરિવારજનો નામ પહેલાથી આધાર પુરાવા સાથે મેળવી લીધા હતા પણ તંત્રએ પોતાની ભૂલ ચોપડે સાબિત કરવા પરિવારમાં ન હોય તેવા મહિલાને પત્ની બતાવી દીધી. બીજી તરફ ભાસ્કરે માત્ર 3 નામ આપ્યા હતા જ્યારે તંત્રએ 4ના નિવેદન લીધા છે તે પણ સૂચવે છે કે આ ચોથી વ્યક્તિના સેમ્પલ પણ શંકાસ્પદ છે. આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને ભાસ્કરે તમામ વિગતો અને પુરાવા આપ્યા હતા અને તેઓ પણ ચોંકી ઉઠતા તપાસના આદેશ આપ્યા છે.

વિનોદભાઈએ ભરોસો કરી સહી કરી પણ તેમની પત્ની-બાળકોના નામ બદલી નાખ્યા
જસદણના વિનોદ બાબુ ડોડિયા નામની વ્યક્તિના સેમ્પલ લેવાયાનું સેમ્પલની યાદીમાં નોંધાયું છે. તેમની સાથે પત્ની નયનાબેન, પુત્રી પારૂલબેન અને પુત્ર જયદીપના પણ નામ હતા. જિલ્લા પંચાયતના અધિકારીઓ વિનોદભાઈના ઘરે ગયા હતા અને નામ લખી કાગળ પર સહી કરાવી હતી. વિનોદભાઈએ પોતાની પત્ની તરીકે કિરણબેન, પુત્ર દિપલ અને દિવ્યાંગના નામ લખાવ્યા હતા. જોકે જ્યારે નિવેદન જિલ્લા કક્ષાએ પહોંચ્યું ત્યાં સુધીમાં તે નામો બદલીને નયના, પારૂલ અને જયદીપ થઈ ગયા હતા અને વિનોદભાઈની જાણ બહાર જ તેમના પત્ની અને સંતાનોના નામ કાઢી તેની જગ્યાએ એવા નામ લખ્યા જે સેમ્પલની યાદીમાં હતા અને આ નામો કોના છે તે વિનોદભાઈ પણ ઓળખતા નથી. આ રીતે જિલ્લા પંચાયતની ટીમે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી નવું જ કૌભાંડ આચર્યું.

અન્ય સમાચારો પણ છે...