કાર્યવાહી:રાજકોટમાં પારસ સ્વીટ માર્ટ સહિત 10 ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગનો સપાટો, 33 કિ.ગ્રા. વાસી ફરાળી પેટીસનો સ્થળ પર નાશ કરાયો

રાજકોટ5 મહિનો પહેલા
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવ્યા
  • 18 કિ.ગ્રા. મકાઇનો લોટ અને 7 કિ.ગ્રા મોળા માવાનો નાશ
  • પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસવામાં આવી

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પારસ સ્વીટ માર્ટ સહિત 10 ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું. જેમાં 33 કિ.ગ્રા. વાસી ફરાળી પેટીસ,18 કિ.ગ્રા. મકાઇનો લોટ અને 7 કિ.ગ્રા મોળા માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. શહેરમાં પ્રખ્યાત શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ સહિત દૂધની આઈટમ બનાવતા 5 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ પેંડા તથા ચોકલેટના નમૂના પણ લેવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ)નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસવામાં આવી હતી.

પારસ સ્વીટ માર્ટ સહિત 10 ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું
પારસ સ્વીટ માર્ટ સહિત 10 ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવ્યા
1. ચોકલેટ પેડા
સ્થળ: શ્રી ગુરુકૃપા પેંડવાલા, પંચનાથ મંદિર સામે, લીમડા ચોક, ગ્રાઉન્ડ ફ્લોર
2.My Fruit Celebrations Mix Flavoured Chocolates (280 gm pkd)
સ્થળ: જનક બેકરી, મોચી બજાર મે.રોડ
3."Day Milk" Sugar Boiled Confectionery (432 gm pkd Jar)
સ્થળ:- બાલાજી ટ્રેડીંગ કંપની, મોચી બજાર
4.કેસર પેંડા (લુઝ)
સ્થળ:- શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ, ભાવનગર રો, બેડીપરા

8 કિ.ગ્રા. મકાઇનો લોટ અને 7 કિ.ગ્રા મોળા માવાનો નાશ કરાયો
8 કિ.ગ્રા. મકાઇનો લોટ અને 7 કિ.ગ્રા મોળા માવાનો નાશ કરાયો

આ ફરસાણની દુકાનમાં વાસી ચીજવસ્તુઓનો નાશ કરાયો
1. સ્નેક્સ બાઇટ, મોટી ટાંકી ચોક- 3 કિલો વાસી ફરાળી પેટીસનો નાશ
2. મુરલીધર ફરસાણ,હનુમાનમઢી ચોક-30 કિલો મકાઇના લોટવાળી વાસી ફરાળી પેટીસનો નાશ અને 3 કિલો મકાઇનો લોટ
3. પારસ સ્વીટ માર્ટ, ગુરૂપ્રસાદ ચોક- 15 કિલો મકાઇનો લોટ
4. દાસ ડીપાર્ટમેન્ટલ સ્ટોર, હનુમાનમઢી ચોક - 7 કિલો મોળો માવો

અન્ય સમાચારો પણ છે...