તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોને રાહત:એસ.ટી. બસમાં હવેથી 75% કેપેસિટી સાથે મુસાફરો બેસાડી શકાશે, ડેપો મેનેજરે કહ્યું- આવક અને એસ.ટી.ના રૂટમાં પણ વધારો થશે

રાજકોટ3 મહિનો પહેલા
વધુ મુસાફરો બસમાં બેસી મુસાફરી કરી શકશે
  • નાઈટ કર્ફ્યૂમાં એક કલાકની રાહતથી એસ.ટી. નિગમને ફાયદો થશે

કોરોનાના કહેરને પગલે રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજી લહેર શાંત થઈ ગઈ હોવાથી સરકાર તબક્કાવાર રાહત આપી રહી છે. જેમાં સરકારે 18 શહેરોને નાઈટ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જેથી એસ.ટી. નિગમને ફાયદો થશે કારણકે સરકારે હવે એસટી બસોમાં 75% યાત્રિકોને બેસાડવાની છૂટ આપી છે. આ અંગે રાજકોટ એસ.ટી.ના ડેપો મેનેજર નિશાંત વરમોરાએ જણાવ્યું હતું કે,કર્ફ્યુના સમયમાં ઘટાડો થતા આવક અને એસ.ટી.ના રૂટમાં પણ વધારો થશે.

એસ.ટી. વિભાગ આર્થિક ફટકાથી ઉભરી શકશે
વધુમાં એસ.ટી.ના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, હવે 8 મહાનગરપાલિકા સહિત 18 શહેરોમાં કર્ફ્યુ નો સમય એક કલાક ઘટાડ્યો છે. જેના કારણે હવેથી એસ.ટી.બસમાં પણ 75% કેપેસીટી સાથે મુસાફરો સફર કરી શકશે. કોરોનાની બીજી લહેરમાં એસ.ટી. વિભાગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સરકારના આ નિર્ણયથી એસ.ટી. વિભાગ આર્થિક ફટકાથી ઉભરી શકશે.

રાજકોટ એસ.ટી.ના ડેપો મેનેજર નિશાંત વરમોરા
રાજકોટ એસ.ટી.ના ડેપો મેનેજર નિશાંત વરમોરા

કોરોનાની નિયત ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાશે
વધુમાં એસ.ટી.ના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, હવે 8 મહાનગરપાલિકા સહિત 18 શહેરોમાં કર્ફ્યુ નો સમય એક કલાક ઘટાડ્યો છે. અને રાજ્ય સરકાર દ્વારા એસ.ટી બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપી છે. જેથી એસ.ટી.બસમાં પણ 75% કેપેસીટી સાથે મુસાફરો સફર કરી શકશે. કોરોનાની બીજી લહેરમાં એસ.ટી. વિભાગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સરકારના આ નિર્ણયથી એસ.ટી. વિભાગ આર્થિક ફટકાથી ઉભરી શકશે.

વધુ મુસાફરો બસમાં બેસી મુસાફરી કરી શકશે
વધુ મુસાફરો બસમાં બેસી મુસાફરી કરી શકશે