ભારત જોડો યાત્રાનો 7મીથી પ્રારંભ:રાજકોટમાં AICCના પ્રવક્તાએ કહ્યું- 150 દિવસમાં 3500 કિમી ફરીને મોંઘવારી સહિતનાં મુદ્દે લાખો લોકો સાથે ચર્ચા કરાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તાએ મીડિયા સાથે વાતચીત કરી. - Divya Bhaskar
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તાએ મીડિયા સાથે વાતચીત કરી.

રાજકોટમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા દેવાશિષ જરારીયા મુલાકાતે આવ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 7 સપ્ટેમ્બરના રોજ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં 150 દિવસમાં 3500 કિમી ફરીને મોંઘવારી સહિતનાં મુદ્દે લાખો લોકો સાથે ચર્ચા કરાશે.

તમામ ભારતીયોને એક કરવા યાત્રાનું આયોજન
દેવાશિષ જરારીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં આ પ્રવાસની ખૂબ જ જરૂર હતી. છેલ્લા 8 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી, સામાજિક તણાવ અને ભાંગી પડેલી સંસ્થાઓનોને ભયાનક અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ભારત જોડો યાત્રા 3 મુખ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું છે આર્થિક અસમાનતા, બીજું સામાજિક ભેદભાવ અને ત્રીજું રાજકીય રીતે અતિશય કેન્દ્રીકરણ. આ ત્રણ મુખ્ય સમસ્યાઓ સામે તમામ ભારતીયોને એક કરવા માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે.

મોંઘવારી અને બેરોજગારીથી સામાન્ય લોકો પરેશાન
વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમીર વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે. આસમાની મોંઘવારી અને બેરોજગારીથી સામાન્ય લોકો પરેશાન છે. ખેડૂતો અને ખેતમજૂરો દેવાના બોજ હેઠળ દબાયેલા છે. 70 વર્ષમાં બનેલી આપણા દેશની સંપત્તિ અબજોપતિ મૂડીવાદી મિત્રોને ભારે ખોટમાં વેચવામાં આવી રહી છે. આજે સામાજિક રીતે આપણે જાતિ, ધર્મ, ભાષા, ખાનપાન અને પહેરવેશના આધારે વિભાજિત થઈ રહ્યા છીએ. દેશવાસીઓને એકબીજા સાથે લડાવવા માટે દરરોજ નવા ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. લોકોમાં ભયનું વાતાવરણ છે.

સરકાર મોંઘવારી પર અંકુશ લગાવે
વધુમાં જણાવ્યું હતું કે, 4 સપ્ટેમ્બરના રોજ મોંઘવારી નિયંત્રણમાં સરકારની સંપૂર્ણ નિષ્ફળતા સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં 'મોંઘવારી પ્રતિ હલ્લા બોલ' ની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં એવી માગણી કરવામાં આવી હતી કે, સરકારે મોંઘવારી પર અંકુશ લગાવી દેશની જનતાને રાહત આપવા માટે તાકીદે પગલા ભરવા જોઈએ. જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા 7 સપ્ટેમ્બરથી 'ભારત જોડો યાત્રા'નું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...