આહલાદક દ્રશ્ય:સ્પેસ સ્ટેશન ત્રણ દિવસ નરી આંખે જોઇ શકાશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. 10, 12 અને 14એ સાંજે જોવા મળશે

વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી દુનિયાના કોઈપણ છેડે રૂબરૂ પહોંચવું કે સેકન્ડની ગણતરી દ્દશ્ય - શ્રાવ્ય, વાતચીત કરી, આદાનપ્રદાન શક્ય બન્યું છે. ત્યારે આગામી તા. 10ની વહેલી સવારે 6 કલાકને 22 મિનિટે અને તા. 12ની સાંજે 7 કલાકને 35 મિનિટે તથા 14ની સાંજે સાડા 7 કલાકને 37 મિનિટે આકાશમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જોવા મળશે.

વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર સ્પેસ શટલની આકાશમાં ચળકાટ, તેજસ્વિતા, પ્રકાશના કારણે તે નરી આંખે જોઇ શકાશે. સાડા ચાર લાખ કિલો વજનનું અવકાશ મથક પ્રતિ કલાક 28,800 કિમિ ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. રશિયા, જાપાન, યુરોપ સહિતના દેશોની જહેમતથી સ્પેશ શટલ આકાશમાં તરતું મુકવામાં આવ્યું છે. શટલની ઝડપ અને તેજસ્વિતા અપ્રતિમ હોય છે.

સ્પેસ શટલનો માર્ગ સતત બદલાતો હોવાથી એકના એક સ્થળ પરથી બીજી વખત પસાર થતા ઘણો સમય લાગતો હોય છે. અવકાશયાત્રીઓનું જીવંત પ્રયોગશાળા ગણાતું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અવકાશમાં સતત પરિભ્રમણ કરે છે. જેથી લોકો આહલાદક દ્રશ્ય જોઇ શકે તે માટે વિજ્ઞાન જાથા દ્વારા સ્પેસ શટલ નિદર્શનનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...