• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Sound Of Rajkot Is An Inspiring Story Of Vachchharajani's Struggle And Success; Keeps A Torch During The Day Due To Poor Eyesight, Yet Became A PhD Professor

અંધકાર સામે આત્મવિશ્વાસનો ઉજાસ જીત્યો:રાજકોટની ધ્વનિ વચ્છરાજાનીના સંઘર્ષ અને સફળતાની કહાણી; નબળી આંખોના લીધે દિવસે ટોર્ચ રાખે છે, છતાં PhD કરી પ્રોફેસર બન્યાં

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્વની વચ્છરાજાનીની તસવીર - Divya Bhaskar
ધ્વની વચ્છરાજાનીની તસવીર
  • આંખોની સમસ્યાના લીધે સ્કૂલ છોડવી પડી હતી, પહેલા નંબરે પાસ થઈ, એ જ સ્કૂલમાં પ્રવેશ લીધો

‘એકવાર જીવનમાં હકારત્મક દિશા નક્કી કરી લીધા પછી ક્યારેય પીછેહઠ ન કરો, હાર ન માનો અને જીતની જીદ પકડી લો પરિણામ મળશે જ.’ આ શબ્દો આંખમાં અંધાપો ધરાવતાં રાજકોટના ધ્વનિ વછરાજાનીના. નબળી આંખોના લીધે આજીવન અંધકાર સામે ઝઝૂમતા રહેવું પડતું હોવા છતાં ધ્વનિએ હિંમતભેર ઝઝૂમીને સફળતા મેળવી છે. ધ્વનિ વછરાજાની આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

ધ્વનિ સંગીતમાં પણ પારંગત છે
ધ્વનિ સંગીતમાં પણ પારંગત છે

ધ્વનિનું જીવન અતિ સંઘર્ષમય રહ્યું છે. બાળપણથી આંખને લગતો રોગ હોવાથી અજવાળુ હોય તો જ જોઈ શકે. અંધારુ હોય કે વાદળછાયું વાતાવરણ થાય એટલે અંધાપો આવી જાય. આ સ્થિતિના લીધે ભણવું મુશ્કેલ બન્યું. દિવસે પણ વાંચતી વખતે ટોર્ચ રાખવો પડે. સામાન્ય વિદ્યાર્થીઓની સાથે ભણતર તો શરૂ કર્યું પરંતુ ક્લાસના બારી-દરવાજા બંધ થાય એટલે ન શિક્ષક દેખાય કે ન ચોપડી. જેથી એ સ્કૂલ તરફથી ધ્વનિના માતા-પિતાને બોલાવી તેને બ્લાઈન્ડ સ્કૂલમાં બેસાડવા કહેવાયુ.

દૃષ્ટી ન હોવાથી દીકરીને સ્કૂલ બદલવાનું કહેતા એ માતાની આંખો આંસુથી ઉભરાઈ પડી. બીજી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. જોકે અહીં પહેલા નંબરે પાસ થતાં જે સ્કૂલ છોડવી પડી હતી ત્યાં જ ફરી એડમિશન મેળવ્યું. અંગ્રેજી વિષય સાથે કોલેજ પણ પૂર્ણ કરી લીધી અને આગળ અભ્યાસ કરી યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બની ગયાં.

ઉપકુલપતિએ પૂછ્યું, પીએચડી કેવી રીતે કરીશ?
ધ્વનિને પીએચડી કરવું હતું. આ માટે પૂછતાં ઉપ-કુલપતિએ કહ્યું પીએચડી કેવી રીતે કરીશ? જોકે ધ્વનિએ તેમને કહ્યું, એક સમયે મેં સ્કૂલ શરૂ કરી ત્યારે પણ લોકો કહેતા આ કેવી રીતે ભણી શકશે? જોકે તેમ છતાં હું એમ.એ પાસ થઈ ગઈ હતી. બસ એવી જ રીતે પીએચડી પણ થઈ જઈશ. એ પછી ધ્વનિએ મહેનત અને લગનથી અભ્યાસ કરીને પીએચડીની પદવી પ્રાપ્ત કરી એટલું જ નહીં બાદમાં અંગ્રેજી વિભાગમાં આસિ.પ્રોફેસર તરીકે જોડાયાં. ઘણા યુવાનો તેમને પ્રેરણાસ્ત્રોત ગણાવે છે.

સંગીતમાં પણ નિપુણ, શહેરોમાં કાર્યક્રમો કર્યા
ધ્વનિ વછરાજાનીની ઓ‌ળખ માત્ર પ્રોફેસર તરીકે નથી. તેઓ શાસ્ત્રીય સંગીતમાં પણ એટલા જ આગળ છે. 11 વર્ષની ઉંમરથી સંગીત શીખવાની શરૂઆત કરી હતી અને સંગીતમાં પણ અલંકારની પદવી મેળવી છે. શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામો અને વિવિધ કાર્યક્રમોમાં જાય છે. ગોવા, ભુવનેશ્વર, નાગપુર સહિત અનેક જગ્યાએ નેશનલ કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે. તેમણે ઉત્તરાંચલમાં ટ્રેકિંગ કેમ્પમાં પણ હિંમતભેર ભાગ લીધો હતો.

રાજકોટથી એકલા જર્મનીનો પ્રવાસ કર્યો
ધ્વનિ વછરાજાનીએ આંખનો સાથ ન હોવા છતાં એકલા જર્મનીનો પ્રવાસ કર્યો હતો. તેઓ ગ્રુપ એક્સચેન્જ પ્રાગ્રામમાં જર્મનીમાં ગયાં હતાં. જોકે આ માટે તેમને વિઝા આવતાં સમય લાગતા સાથી સભ્યો નીકળી ગયાં હતા. બાદમાં એકલાં જર્મની પહોંચી ગયાં હતાં. આ ઉપરાંત આર્જેન્ટિનાનો પ્રવાસ પણ તેમણે કર્યો છે. ધ્વનિ વછરાજાની કહે છે કે, ભગવાને દૃષ્ટિ નથી આપી તેની સામે બીજું ઘણું બધું આપ્યું છે.

‘અમે હંમેશા ધ્વનિ મેડમના લેક્ચરની રાહ જોતા હોઈએ’
આ મહિલા પ્રોફેસર વિદ્યાર્થીઓને અલગ રીતે અભ્યાસ કરાવે છે. મોટાભાગે પ્રોફેસર વાંચે અને વિદ્યાર્થીઓ સાંભળતા હોય છે. પરંતુ આ પ્રોફેસર ધ્વનિ વછરાજાનીના લેક્ચરમાં પુસ્તક વાંચવાનું અને બોર્ડમાં લખવાનું કામ વિદ્યાર્થીઓ કરે છે. બાદમાં તેઓ વિદ્યાર્થીઓને સારી રીતે એ મુદ્દા વિશે સમજા‌વે છે. તેમની પાસે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કહે છે ‘અમે ધ્વનિ મેડમના લેક્ચરની રોજ રાહ જોતા હોઈએ છીએ.’

અન્ય સમાચારો પણ છે...