તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ બાથરૂમમાં ફુવારા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, મોટા ભાઈએ નાના ભાઈને લટકતો જોયો

રાજકોટ9 દિવસ પહેલા
મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખ�
  • પત્ની પિયર હતી અને આવું પગલું ભર્યું, દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
  • પિતા વોર્ડ નં.11માં ગત ટર્મમાં જ ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે

રાજકોટના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે ગ્રીન પાર્ક-1માં રહેતા અને વોર્ડ નં.11ના આ વર્ષે જ પ્રથમ વખત ભાજપમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર વિનોદભાઇ સોરઠિયાના પુત્ર વિશાલ (ઉં.વ.28)એ ઘરના બાથરૂમમાં ફુવારા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી છે. મોટા ભાઇએ નાના ભાઇનો લટકતો મૃતદેહ જોયો હતો. પુત્રએ આ પગલું ભરતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી છે.

વિશાલ નાહવા માટે બાથરૂમમાં ગયો હતો
વિશાલ આજે સવારે નાહવા માટે બાથરૂમમાં ગયો હતો, પરંતુ મોડે સુધી બહાર ન આવતાં તેના મોટા ભાઇએ દરવાજો ખખડાવ્યો હતો અને બે વખત તેના નામનો અવાજ કર્યો હતો, પરંતુ જવાબ ન મળતાં કંઇક અજુગતું બન્યાનું સમજી પુશ બટનવાળો દરવાજો ખુલ્લો જ હોય એ ખોલીને જોતાં તે શાવરમાં જ લટકતો જોવા મળ્યો હતો. બાદમાં બૂમાબૂમ કરી મૂકતાં પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને 108ને જાણ કરતાં ટીમ દોડી આવી હતી, પરંતુ 108ના ઇએમટીએ વિશાલને તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત થયો હતો.

વિશાલ મવડીમાં લોખંડનું કારખાનું ધરાવતો
બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડ અને લાલજીભાઇએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ, આપઘાત કરનાર વિશાલ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજો હતો. તે મવડીમાં લોખંડનું કારખાનું ધરાવતો હતો. તેને સંતાનમાં સવા વર્ષની દીકરી છે. સસરા કોઠારિયા રોડની વિશ્રાંતિ સોસાયટીમાં રહે છે. પત્ની હાલ પિયર હોઈ તેને જાણ થતાં તે પણ આઘાતમાં સરી પડી છે.

મૃતક વિશાલની ફાઇલ તસવીર.
મૃતક વિશાલની ફાઇલ તસવીર.

આપઘાત પાછળનું કારણ અકબંધ
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઇ કારણ હાલ બહાર આવ્યું નથી. પરિવારજનો પણ હાલ કંઇ કારણ જાણતા નથી. અંતિમવિધિ બાદ પોલીસ સ્વજનોનાં નિવેદનો નોંધી કારણ જાણવા તપાસ કરશે. વિશાલભાઇના પિતા વિનુભાઇ સોરઠિયા આ વર્ષે જ ભાજપના કોર્પોરેટર તરીકે વોર્ડ નં. 11માંથી ચૂંટાયા છે. યુવાન દીકરાના આ પગલાથી તેઓ તથા પરિવારના બીજા સભ્યો શોકમાં ગરક થઇ ગયા છે.

તાલુકા પોલીસે તપાસ હાથ ધરી.
તાલુકા પોલીસે તપાસ હાથ ધરી.

ગઇકાલે મિકેનિકલ એન્જિનિયરે આપઘાત કર્યો હતો
ગઇકાલે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા પેરેમાઉન્ટ પાર્કમાં રહેતા મિકેનિકલ એન્જિનિયર હર્ષદ કનોજિયા (ઉં.વ.25)એ ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં માતમ છવાય ગયો હતો. હર્ષદ મૂળ સુરેન્દ્રનગરનો વતની હતો અને રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે તપાસ કરતાં હર્ષદે લખેલી સુસાઇડ નોટ મળી હતી જે કબજે કરી હતી. પોલીસે સુસાઇડ નોટ મીડિયા સમક્ષ વાંચી સંભળાવી હતી અને તેમાં લખ્યું હતું કે હું સારો દીકરો બની શક્યો નહીં અને સારું કમાય પણ શક્યો નહીં, માટે આ પગલું ભરું છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો