તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતાની મહેક:સમાજ સુરક્ષા વિભાગે 100થી વધુ બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ વર્ષમાં કુલ 545 બાળકોનું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાયું

લોકડાઉન દરમિયાન ઘણા વિભાગ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે. આ તકે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કલેક્ટરની અધ્યક્ષતામાં ઘણી મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. જેમાં પરિવારથી વિખૂટા પડેલા બાળકોને પરિવાર સાથે મિલન કરાવાની કામગીરી પણ કરેલી છે. ગત એક વર્ષમાં કુલ 100 બાળકોને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તેઓના પરિવાર સાથે મેળવ્યા છે. એવી જ રીતે છેલ્લા ત્રણ વર્ષ અંગે જો વાત કરવામાં આવે તો કુલ 545 બાળકોનું પુનઃસ્થાપન સલામત રીતે તેમના પરિવાર સાથે કરાવવામાં આવ્યું હતું. જેમાં 299 બાળમજૂર, 146 મળી આવેલા બાળકો, 100 બાળકો જે વિવિધ સંસ્થામાં રહેતા હોય એમ કુલ 545 બાળકોનું પરિવાર સાથે મિલન કરાવામાં આવેલું છે.

સમાજ સુરક્ષા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હાલ સંસ્થાઓમાં હાલ એક પણ બાળક તેમના પરિવાર વગરનું રહેતું નથી, બીજી તરફ વિવિધ સ્થળેથી મળી આવેલા 150 બાળકો કે જેઓ ઘરેથી નીકળી ગયેલા હોય, કોઈ કારણોસર ગુમ થયા હોય, તેવા બાળકોને અન્ય રાજ્યોમાંથી શોધી પરિવાર સાથે મિલન કરાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો