ક્યાંય સાંભળ્યું છે ચામડીનું પણ દાન થાય?:મૃતકની સ્કીન પણ આ રીતે ડોનેટ થાય ને -80 ડિગ્રીમાં 5 વર્ષ સુધી સચવાય, જાણો સ્કીન ડોનેશનથી દર્દી પર ડ્રેસિંગ સુધીની પ્રોસેસ!

રાજકોટ18 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા

તમે રક્તદાન, ચક્ષુદાન, અને અંગદાન અંગે ખૂબ સાંભળ્યું અને વાંચ્યું હશે. પરંતુ શું આપ જાણો છો કે ગુજરાતમાં મૃતકની સ્કીનનું પણ દાન થઈ રહ્યું છે. આજે DivyaBhaskar ગુજરાતની પ્રથમ એવી સ્કિન બેંકની મુલાકાતે લઈ જઈ રહ્યું છે. જેમાં સ્કિન લેવાથી લઈને દર્દી પર કરવામાં આવતા ડ્રેસિંગ અંગેની વિસ્તૃત માહિતી જણાવી રહ્યા છીએ. આ સ્કિન બેંકમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનની અંદર સ્કિનને પ્રોસેસ કરી 5 વર્ષ સુધી સાચવવામાં આવે છે.

દાઝી ગયેલા દર્દીઓ કે પછી ચામડીના રોગથી પીડાતા દર્દીઓ માટે આ સ્કિન બેંક આશીર્વાદરૂપ બની રહેશે. છેલ્લા 8 મહિનાથી કાર્યરત ગુજરાતની આ પ્રથમ સ્કિન બેંકમાં 7 લોકોએ ચામડીનું દાન કર્યું છે.

આ સ્કિન બેંક ગ્રેટર રોટરી દ્વારા બનાવવામાં આવી છે અને તેનું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજકોટ દ્વારા સંચાલન થઇ રહ્યું છે. નવેમ્બર 2021ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્કિન બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...