તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Situation Is Such That 385 Cases, 19 Deaths In 24 Hours, 6.67% Increase In 6 Days, Experts Say That 20% Of People Are Spreading The Infection, The Peak Will Last For A Month And A Half.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ બેકાબુ:સ્થિતિ એવી છે કે 385 કેસ, 24 કલાકમાં 19 મોત, 6 દી’માં 6.67 % કેસ વધ્યા, એક્સપર્ટ કહે છે કે 20 % લોકો ચેપ ફેલાવી રહ્યા છે, દોઢ માસ સુધી પીક રહેશે

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટમાં સંક્રમણ ઘણું ફેલાયું છે કારણ કે મોટાભાગના દર્દીઓ એસિમ્ટોમેટિક હોય છે : ડો.પ્રફુલ કમાણી
  • લોકોએ કામ વગર બહાર ન જ નીકળવું જોઈએ
  • ટ્રિપલ લેયર માસ્ક પહેરવું તેમજ મોટી ઉંમરના વ્યક્તિએ રસી ખાસ લેવી જોઈએ

રાજકોટમાં તંત્રએ જાહેર કર્યા મુજબ શહેરમાં 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 64 સહિત કુલ 385 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં આવેલા કેસ કરતા ઘણા વધારે છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર છ જ દિવસમાં કોરોનાના કેસમાં 6 ટકાનો વધારો નોંધાયો છે અને દરરોજ 1 ટકાના દરે દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલની સ્થિતિએ કુલ કેસની સંખ્યા 28468 થઈ છે જેમાંથી એક્ટિવ કેસ 1927 છે અને છેલ્લા 24 જ કલાકમાં 19 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

રાજકોટમાં આ સ્થિતિ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ તબીબોએ કરેલા અધ્યયન અને અંદાજ મુજબ જણાવ્યું છે કે, ‘રાજકોટમાં હાલ 20 ટકા જેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે અને અજાણ્યે ચેપ ફેલાવી રહ્યા છે. 20માંથી 5 ટકા લક્ષણો ધરાવે છે જ્યારે 15 ટકા લક્ષણો વગર છે એટલે તેઓ બેફિકર થઈ ફરતા વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. હાલની સ્થિતિએ તંત્ર દોડી રહ્યું છે પણ થોડા ફેરફાર કરવા જરૂરી છે જેમ કે કોરોનાની સારવાર માટે હાલ બેડ ખૂબ ઓછા છે તેથી માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ માટે દરેક હોસ્પિટલમાં સારવાર શક્ય બનાવવી હાલની મોટી જરૂરિયાત છે.

આ કારણે ગંભીર દર્દીઓ પર તબીબો વધુ સારી રીતે ધ્યાન આપી શકશે. હાલની સ્થિતિ અને સંક્રમણના દર પર નજર કરતા આ સેકન્ડ વેવ લાંબો ચાલશે અને દોઢ મહિના સુધી આવી જ હાલત રહેશે તેથી સચેત રહેવું જરૂરી છે. લોકોએ કામ વગર બહાર ન જ નીકળવું જોઈએ. સારી ગુણવત્તાનું શક્ય હોય તો ટ્રિપલ લેયર માસ્ક પહેરવું તેમજ રસી મુકાવવી જોઇએ’.

બેડ વધે છે તેના કરતા દર્દીઓની સંખ્યા વધે છે, સિવિલ ફુલ
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યા અનેક ગણી થઈ છે. સિવિલ હોસ્પિટલની કોવિડ બિલ્ડિંગમાં હવે દર્દીઓ વધી જતા અન્ય વિભાગોના વોર્ડ કોવિડ વોર્ડમાં ફેરવાયા છે. દરરોજ બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે અને નવી હોસ્પિટલને મંજૂરી અપાઈ રહી છે જેથી દરરોજ 100 બેડ વધારાઈ રહ્યા છે પણ તેના કરતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ જ કારણે મંગળવારની સ્થિતિએ 2056 બેડ હોવા છતાં માત્ર 393 જ ખાલી રહ્યા છે. દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સ્થિતિને પહોંચી વળવા તંત્ર દોડધામ કરી રહ્યું છે.

પ્રથમ વેવ અને બીજા વેવમાં તંત્ર ક્યા ઊણું ઉતરી રહ્યું છે
સપ્ટેમ્બર માસમાં જ્યારે કોરોનાના કેસ ઊંચાઈએ ગયા હતા ત્યારે તંત્રએ ઘણા પગલાં લીધા હતા. જેમ કે હોસ્પિટલને ફટાફટ મંજૂરી મળી હતી, કોવિડ સેન્ટર એક્ટિવ થયા હતા તેમજ શહેરમાં અલગ અલગ 11 જગ્યાએ ટેસ્ટિંગ બૂથ હતા. એપ્રિલ માસમાં સપ્ટેમ્બર કરતા પણ વધી જાય તેવી સ્થિતિ છે આમ છતાં હજુ સુધી શહેરમાં માત્ર 4 જ બૂથ છે અને ત્યાં પણ બપોર સુધીમાં ટેસ્ટ કિટ પૂરી થઈ જાય છે. સમરસમાં ઓક્સિજન લાઈન હતી પણ કેસ ઘટતા તે દૂર કરાતા હવે ફરીથી મથામણ થઈ રહી છે તેમજ નવી હોસ્પિટલમાં મંજૂરીમાં પણ ફાયર એનઓસીના નિયમને કારણે સંચાલકો માની રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો