જાગૃતતા:કોરોના બાદ ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા માટે બહેનો યોગ તરફ વળી રહ્યા છે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના બાદ બહેનો પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે જાગૃત બની છે. મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવા માટે યોગ- પ્રાણાયામ શીખી રહી છે અને કરી રહી છે. યોગ ટ્રેનર ડો.ધર્મિષ્ઠાબેન હિંગરોજિયા જણાવે છે કે, બહેનો શ્વસન તંત્ર, પાચન તંત્ર અને સંધિવા તેમજ ફરતા વામાં ઉપયોગી હોય એવા યોગ અને આસન કરી રહી છે.

યોગ દિન પૂર્વે સૂર્યનમસ્કાર સ્પર્ધામાં 50 થી વધુ બહેનો જોડાઈ હતી. જેમાં સૂર્યનમસ્કારની સાથે સિંહાસન, ટાઈટેનિક યોગ, હાસ્યાસન યોગ પણ કર્યા હતા.

ફેફસાંની તાકાત વધારવા, સ્ટ્રેસ રિલીફ માટે લોકો યોગ કરે છે.

પેટના રોગ માટે
આ પ્રકારના રોગમાં પવનમુક્તાસન, ધનુરાસન, વિપરીત શલભાસન, શલભાસન, અર્ધમત્યાસન કરી શકાય. આ યોગ- આસનથી શરીરના અંદરના અવયવોની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

તણાવમાં રાહત આપવા અને એકાગ્રતા વધારવા
તણાવ ઘટાડવા અને એકાગ્રતા વધારવા માટે મેડિટેશન ખૂબ જ રાહત આપે છે. હોર્મોન ઈનબેલેન્સમાં પણ મેડિટેશન ઉપયોગી બને છે. કોઇ પણ યોગાસન, પ્રાણાયમ કર્યા બાદ મેડિટેશન કરવું જરૂરી છે. > ડો. હેમાંગ જાની, યોગ ટ્રેનર

અન્ય સમાચારો પણ છે...