તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાંગણવા ચોકમાં 3 દુકાનના શટર તૂટ્યા, કપડાંની ચોરી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની સૌથી જૂની બજાર વિસ્તારમાં એક સાથે ત્રણ દુકાનોના શટર તૂટ્યા હતા. - Divya Bhaskar
રાજકોટની સૌથી જૂની બજાર વિસ્તારમાં એક સાથે ત્રણ દુકાનોના શટર તૂટ્યા હતા.
  • કર્ફ્યૂમાં તસ્કરોને મોકળું મેદાન, 75 હજારની મતા ઉપાડી ગયા
  • કોલ્ડ્રીંક્સની અને ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ચોરીનો પ્રયાસ

શહેરમાં રાત્રી કર્ફ્યૂમાં તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ સાંગણવા ચોકમાં એક સાથે ત્રણ દુકાનને નિશાન બનાવી છે. કપડાંની દુકાનમાંથી રોકડની ચોરી તેમજ કોલ્ડ્રીંક્સ અને ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે.

સાંગણવા ચોકમાં એક સાથે ત્રણ-ત્રણ દુકાનના તાળાં તૂટ્યાની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસમાં રોયલ સ્ટોર નામની કપડાંની દુકાનમાંથી રોકડા તેમજ કપડાંની ચોરી થયાની તેમજ બાજુમાં જ આવેલી રામજીભાઇ અનાનસવાળા અને સિદ્ધાર્થ લાઇટ નામની દુકાનના તાળાં તૂટ્યાનું જાણવા મળ્યું હતું.

કપડાંની દુકાનના માલિક મહમદહુસેન રસીદભાઇ લુંસવાલાની પૂછપરછમાં તેની દુકાનમાંથી રોકડા રૂ.35 હજાર તેમજ 75 હજારની કિંમતના કપડાંની ચોરી થયાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય બે દુકાનમાંથી તસ્કરોને કંઇ હાથ લાગ્યું નથી. કપડાંની દુકાનમાંથી માલમતા ચોરાઇ હોય પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તપાસ શરૂ કરી છે. કપડાંની દુકાનમાંથી માત્ર રોકડની જ ચોરી થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પીઆઇ સી.જી.જોષીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...