ચાર વર્ષ બાદ રાજકોટના મહેમાન:રશિયાના સાઈબેરિયાથી આવેલાં શોર્ટ ઈયર ઘુવડ, હજારો કિલોમીટરનો પ્રવાસ કરી નવેમ્બરમાં પહોંચે છે, આવતા મહિને વિદાય લેશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ ખીરસરા ઘાસની વીડીમાં ખૂબ જ રેર ગણાતી પ્રજાતિના 9 ઘુવડનું ગ્રૂપ જોવા મળ્યું

રાજકોટની ભાગોળે આવેલી ખીરસરા ગામે ઘાસની વીડીમાં ખૂબ જ ઓછા જોવા મળતી ઘુવડની વિદેશી પ્રજાતિનું નાનું ગ્રૂપ જોવા મળ્યું છે અને આ ઘુવડ 4 વર્ષ બાદ રાજકોટ આવ્યાનું નોંધાયું છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સહિતના વન્યપ્રેમીઓ છેલ્લા ઘણા સમયથી ખીરસરાની વીડી પાસે વન્યજીવોને ટ્રેક કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમને શોર્ટ ઈયર્ડ આઉલ જોવા મળ્યા હતા અને તેની તસવીર લેવાની તક મળી હતી. પિંકેશ તન્ના જણાવે છે કે, તેમના ગ્રૂપને આ ઘુવડના સાઈટિંગ માટે ઘણી મહેનત થઈ હતી. આ પ્રજાતિના ઘુવડ મૂળ રશિયાના સાઈબિરિયાના છે. ત્યાં શિયાળા દરમિયાન તાપમાન ખૂબ જ નીચું જતું રહેતું હોવાથી ઘુવડ ત્યાંથી નીકળી ભારતના ઘાસના મેદાનો તરફ આવે છે અને અહીં તેમના પ્રિય ખોરાક તીડ અને ઉંદરનો શિકાર કરે છે અને આરામ કરે છે.

નવેમ્બરમાં આવે છે અને માર્ચમાં વિદાય લેશે. રાજકોટ શહેરમાં આ પક્ષી 4 વર્ષ પછી દેખાયા છે. પક્ષી ખૂબ જ શરમાળ પ્રકૃતિનું હોય છે અને નાના નાના ગ્રૂપમાં હોય છે તેથી કોઇને ખબર પણ રહેતી નથી. ખીરસરામાં જે ગ્રૂપ છે તેમાં ફક્ત 9 જેટલા ઘુવડ છે.

વજન 475 ગ્રામ, નર કરતાં માદાનું કદ મોટું
આ ઘુવડની પ્રજાતિનો વજન 200થી 475 ગ્રામ જેટલો હોય છે . ઊંચાઈ 34થી 43 સેમી. જેટલી હોય છે જે ઘુવડની અમુક પ્રજાતિઓ કરતા સરેરાશ ઓછા કદનું છે. તેની પાંખો તેની ઊંચાઈ કરતા પણ બમણી એટલે કે 110 સેમી. સુધી હોય છે. નર કરતા માદા કદમાં મોટી હોય છે. અન્ય પ્રજાતિ કરતા દેખાવમાં કાન નાના હોવાથી તેનું આવું નામ પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...