તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉન દરમિયાન લોકોને વીજબિલ, ગેસબિલ, તમામ પ્રકારની લોનના હપ્તા, મહાનગરપાલિકાને મિલકત વેરાના બિલમાં વળતર ક્યા સુધી મળશે, જીએસટી રિટર્ન, ઇન્કમટેક્સ રિટર્ન ક્યારે ભરવું સહિતના પ્રશ્નો થઇ રહ્યા છે. આ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ અલગ અલગ સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી મેળવી અહીં રજૂ કરવામાં આવ્યા છે જેથી ખોટી પેનલ્ટી અને દંડથી બચી શકાય. નવી લોન માટે શું નિયમ છે સહિતના પ્રશ્નોના જવાબો અહીં રજૂ કરાયા છે.
પ્રશ્ન : મનપાના આવાસ યોજનાના હપ્તા ભરી શકાયા નથી, તો હવે પેનલ્ટી થશે કે નહીં?
જવાબ : મનપાના હાલ સ્માર્ટ ઘર 1,2 અને 3ના આવાસની ફાળવણી માટે ડ્રો કરાયા બાદ હપ્તા સ્વીકારવાનું ચાલુ છે. હપ્તા લોકડાઉન ખુલ્યા બાદ ભરી શકાશે આ માટે કોઇ પેનલ્ટી વસૂલ નહીં થાય.
પ્રશ્ન : મિલકત વેરો ક્યા સુધીમાં જમા કરાવી શકાય?
જવાબ : નિયમ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં કોઇ પણ સમયે મિલકત વેરો જમા કરાવી શકાય છેે.
પ્રશ્ન : મિલકત વેરામાં વળતર ક્યા સુધી અને કેટલું મળશે?
જવાબ : લોકડાઉનના કારણે મનપાએ વળતર યોજના લંબાવી છે. 31 મેના બદલે 30 જૂન સુધી વેરો ભરવામાં આવે તો પુરુષ મિલકતધારકોને 10 ટકા અને મહિલાને 15 ટકા વળતર મળશે. જ્યારે 31 જુલાઇ સુધી વેરો જમા કરાવે તો 5 અને 10 ટકા વળતર મળશે. ઓનલાઇન વેરો જમા કરાવે તો વધારાનું 1 ટકા વળતર મળશે.
પ્રશ્ન : ખેડૂતો પાક ધિરાણની રકમ ક્યા સુધીમાં જમા કરાવી શકે છે?
જવાબ : પાક ધિરાણ લેનાર ખેડૂતો કોઇ પણ સમયે રકમ જમા કરાવી શકે છે, પરંતુ ઝીરો ટકા વ્યાજ યોજનાનો લાભ જોઇતો હોય તો 31 મે પહેલા વેરાની રકમ જમા કરવી
ફરજિયાત છે.
પ્રશ્ન : ગેસબિલ ભર્યું નથી તો પેનલ્ટી થશે?
જવાબ : લોકડાઉન ખુલ્યા બાદ ગેસનું બિલ ભરી શકાશે, તેથી કોઇ પેનલ્ટી નહીં થાય.
પ્રશ્ન : જન્મ–મરણના દાખલા લેવા માટે શું કરવું?
જવાબ : મહાનગરપાલિકામાં જન્મ–મરણની કામગીરી નિયમિત રીતે ચાલુ જ છે અને દાખલા કોઇ પણ સમયે આવીને મેળવીશકાય છે.
પ્રશ્ન : હું માર્ચ-એપ્રિલનું વીજબિલ કઈ તારીખ સુધીમાં ભરી શકું? લેટ બિલ ચાર્જ ચૂકવવો પડશે?
જવાબ : સરકારે વીજબિલ 30 મે સુધીમાં ભરી શકવાની છૂટ આપી છે, કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ નહીં ચૂકવવો પડે.
પ્રશ્ન: વેપાર, દુકાન, ઉદ્યોગોને વીજબિલમાં ફિક્સ ચાર્જ ભરવો પડશે?
જવાબ : એપ્રિલ માસના વીજબિલમાં ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપી છે, માત્ર વપરાશ બિલ ભરવાનું રહેશે.
પ્રશ્ન: લોકડાઉનમાં ડ્રાઈવિંગ લાઇસન્સ એક્સપાયર થઇ જાય તો પોલીસ પકડશે?
જવાબ : 1 ફેબ્રુઆરી પછી એક્સપાયર થયેલા ડ્રાઈવિંગ લાઇસન્સ, પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટની મુદ્દત 30 જૂન સુધી વધારી છે.
પ્રશ્ન: ટ્રેનની ટિકિટ બુક કરાવી પછી લોકડાઉન થયું, રિફંડ કેમ મળશે?
જવાબ : ઓનલાઈન ટિકિટ બુકિંગ કર્યું હશે તો સીધા ખાતામાં પૈસા જમા થશે, કાઉન્ટર પર બુકિંગ કરાવનાર લોકોને રિફંડ 31 જુલાઈ, 2020 સુધી મળી શકશે.
પ્રશ્ન : શરત ફેરના કેસમાં પ્રીમિયમ ભરવાનું મોડું થયું હોય તો પેનલ્ટી થશે?
જવાબ : શરત ફેરના કેસમાં ઓર્ડર થાય ત્યારે પ્રીમિયમ ભરવાની 21 દિવસની મુદ્દત આપવામાં આવે છે અને ત્યાર બાદ વધુ એક વર્ષની મુદત આપવામાં આવે છે તેથી કોઇ પેનલ્ટી નહીં થાય.
પ્રશ્ન : બિનખેતીના કેસમાં પ્રીમિયમની રકમ ભરવાની કોઇ સમયમર્યાદા છે?
જવાબ : બિનખેતીના કેસમાં હુકમ થયા બાદ અરજદાર પોતાની અનુકૂળતા પ્રમાણે પ્રીમિયમ ભરી શકે છે, કોઇ સમય મર્યાદા નથી.
પ્રશ્ન : ધંધા માટે સીસી લોન લીધી છે પણ વ્યાજ ભરી શકું એમ નથી તો શું કરવું?
જવાબ : 3 મહિના કે 3 હપ્તા સુધી વ્યાજ ના ભરો હાલ છૂટછાટ છે.
પ્રશ્ન : હોમ લોન અને કાર લોન લીધેલ છે અને હપ્તા ભરી શકું એમ નથી તો શું કરવું?
જવાબ : હાલમાં ત્રણ મહિના સુધી હપ્તા ભરવામાં છૂટ આપી છે.
પ્રશ્ન : ધંધા માટે સીસી છે, હોમ લોન અને કાર લોન ચાલે છે બિઝનેસમાં વધારે પૈસાની જરૂર છે તો શું કરવું ?
જવાબ : અલગ અલગ બેન્કની પોતાની સ્કીમ મુજબ સીસી લોનના 10 ટકા લેખે 24 મહિના માટે ટર્મ લોન મળે છે. જેમાં શરૂઆતમાં છ મહિના હપ્તા નહીં ભરવામાં છૂટ મળી શકે એમ છે. અને જો મકાન લોન અને કાર લોન લીધી હોય તેમાં જેટલી લોન ભરપાઈ થઈ શકી હોય એટલી રકમની ફરીથી ફ્રેશ લોન મળી શકે અમે છે. જે પાંચ વરસમાં ભરપાઈ કરવાની રહે છે. તેમાં પણ શરૂઆતમાં 3 મહિના લોન ભરવામાં છૂટ મળી શકે એમ છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.