તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યાત્રિકોની સુવિધાને ધ્યાને રાખી રાજકોટ રેલવે વિભાગે 3 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની મુદ્ત વધારવાનો નિર્ણય લીધો છે. આ મુદ્ત ઓખા-ગોરખપુર, ઓખા-એર્નાકુલમ અને ઓખા-રામેશ્વર ટ્રેનમાં વધી છે. જે અંતર્ગત ઓખા-ગોરખપુર-ઓખા સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન 25 માર્ચ 2021 સુધી ચાલશે. જે દર રવિવારે ઓખાથી રાતે 12.00 કલાકે ઉપડશે અને રાત્રે 2.00 કલાકે રાજકોટ પહોંચશે અને ગોરખપુર મંગળવારે સાંજે 7.25 કલાકે પહોંચશે અને ગોરખપુરથી દર ગુરુવારે સવારે 4.45 કલાકે ઉપડશે અને શુક્રવાર રાત્રે 11.35 એ રાજકોટ પહોંચશે અને શનિવારે સવારે 3.55 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન વિવિધ શહેરના સ્ટેશન પર ઊભી રહેશે.
જ્યારે ઓખા-એર્નાકુલમ-ઓખા 4 જાન્યુઆરીથી લઈને 1 ફેબ્રુઆરી સુધી સપ્તાહમાં સોમવાર અને શનિવારે એમ બે વખત ઉપડશે. આ બંને દિવસે ટ્રેન સવારે 6.45 કલાકે ઓખાથી ઉપડશે અને રાજકોટ એ જ દિવસે સવારે 11.00 કલાકે પહોંચશે. જ્યારે બીજે દિવસે રાત્રે 11.25 કલાકે એર્નાકુલમ પહોંચશે. જ્યારે રિટર્નમાં 1 જાન્યુઆરીથી 29 ફેબ્રુઆરી દર બુધવાર અને શુક્રવારે એર્નાકુલમથી રાત્રે 8.25 કલાકેથી રવાના થશે અને ત્રીજે દિવસે સવારે 11.19 કલાકે રાજકોટ અને એ જ દિવસ ઓખા 3.45 કલાકે પહોંચશે.
જ્યારે ઓખા-રામેશ્વર ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 5 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી દર મંગળવારે ઓખાથી સવારે 8.40 કલાકે ઉપડીને એ જ દિવસે રાજકોટ બપોરે 1.00 કલાકે આવશે અને ત્રીજે દિવસે રાત્રીના 22.10 કલાકે રામેશ્વર પહોંચશે. જ્યારે ત્યાંથી રામેશ્વર-ઓખા ફેસ્ટિવલ 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી દર શુક્રવારે રાત્રે 10.10 કલાકે ઉપડશે. રાજકોટ ચોથે દિવસે સવારે 5.15 કલાકે અને ઓખા 10.20 કલાકે પહોંચશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.