પૂછપરછ:સીઝ કરાયેલી રોકડમાં હજુ આધાર-પુરાવા રજૂ ન થયા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવકવેરા વિભાગ માલિકની પૂછપરછ શરૂ કરશે

આચારસંહિતા લાગુ થયા બાદ રાજકોટ શહેર, ફલ્લા અને કાલાવડ ખાતેથી રોકડ રકમ મળી આવી છે. શનિવારે ફલ્લા ગામ પાસેથી રૂ. 6 લાખની રોકડ મળી આવી છે. આ રોકડ અનાજના વેપારીના હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ રોકડ આધાર-પુરાવા રજૂ નહિ કરી શકતા તેને આવકવેરા વિભાગે કબજે કરી છે. આ રોકડ અંગે માલિકની પૂછપરછ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રાજકોટથી મોકલાયેલી રોકડ જામનગર મોકલવાની હોવાની ચર્ચાએ વેપારીમાં જોર પકડ્યું છે. જો આધાર-પુરાવા રજૂ નહિ થાય તો ટેક્સ-પેનલ્ટીની વસૂલાત થશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. જોકે હાલમાં રોકડ અંગે હાઈવે અને શહેરમાં ચેકિંગ ચાલી રહ્યું છે. ત્યારે સોનાના વેપારમાં તેની અસર આવી હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યાં છે.

આચારસંહિતા ચાલી રહી છે. ત્યારે વેપારીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે ચૂંટણી કમિશનરનું માર્ગદર્શન જેમ્સ એન્ડ જ્વેલરી એસો.એ માગ્યું છે. તેમજ આંગડિયા પેઢીમાં પણ હાલમાં વ્યવહારો ઠપ થઇ ગયા છે. મતદાન થયા બાદ આંગડિયા પેઢીમાં વ્યવહારો રાબેતા મુજબના થશે. ચેકિંગ દરમિયાન રેલવે સ્ટેશનેથી સોનું પણ મળી આવ્યું છે. જે મુંબઈના વેપારીએ મોકલાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સોનું રાજકોટના વેપારીને પહોંચાડવાનું હતું.

અન્ય સમાચારો પણ છે...