તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:‘વાહન નડે છે હટાવો’ કહેતા સિક્યુરિટી ગાર્ડે ચાલકને કાતર ઝીંકી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યાજ્ઞિક રોડ હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે બનેલો બનાવ,ચોકીદારી કરતા વૃદ્ધની પોલીસે ધરપકડ કરી

શહેરના યાજ્ઞિક રોડ પર નજીવા મુદ્દે કોમ્પ્લેક્સના ચોકીદારે વાહનચાલક પર કાતરથી હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

બનાવની વિગત મુજબ, યાજ્ઞિક રોડ પર આવેલા હીરાપન્ના કોમ્પ્લેક્સ નીચે ગુરુવારે બપોરે કોમ્પ્લેક્સના ચોકીદારે એક વાહનચાલકને પેટના ભાગે કાતરનો ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસમથકના એએસઆઇ સુધાબેન પાદરિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. ઇજાગ્રસ્તની પૂછપરછ કરતા તેનું નામ મિતલ પ્રિયકાંતભાઇ રાચ્છ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બનાવ અંગેની પૂછપરછમાં આજે તે બપોરે હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે હતો. ત્યારે તેને બાઇક કાઢવામાં અન્ય એક બાઇક નડતું હોય કોમ્પ્લેક્સના ચોકીદારને બાઇક નડે છે તેને હટાવો તેમ કહ્યું હતું. જેથી તે ચોકીદાર ઉશ્કેરાય જઇ ઝઘડો કરી તેની પાસે રહેલી કાતરથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાનું જણાવ્યું છે.

બીજી તરફ પોલીસે હુમલો કરનારની તપાસ કરતા કોમ્પ્લેક્સમાં રહીને ત્યાં જ ચોકીદારી કરતા 57 વર્ષના કરશનભાઇ સારોલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ઇજાગ્રસ્તના ભાઇ જેસલભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી કરશનભાઇની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો