તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળમુખો કોરોના:રાજકોટમાં બીજી લહેર કાળ બની, માત્ર એપ્રિલ મહિનામાં જ 14407 કેસ અને 1495 મોત, 1 વર્ષમાં થયા તેના કરતા વધુ મોત 1 મહિનામાં

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ 2020થી માર્ચ-2021ના 12 માસના મોત કરતા એપ્રિલ-2021ના મોત વધુ
  • કોરોના મોત હજુ એક રહસ્ય, યુવા વયના મોતને ભેટે તો બિમાર, વૃદ્ધ સાજા થઈ જાય છે

કોરોનાની બીજી લહેરની અસર સમગ્ર દેશની સાથે સાથે રાજકોટને પણ ભારે પડી છે. મે મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા ઘટાડો લેવાનું નામ લઇ રહી નથી. રાજકોટમાં તબીબોના મત અનુસાર મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કોરોનાની બીજી લહેર હળવી થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આંકડા મુજબ જોઇએ તો પ્રથમ લહેરના એક વર્ષ કરતા બીજી લહેરનો માત્ર એક માસ રાજકોટને ભારે પડ્યો છે. જેમાં 14000થી વધુ કેસ અને 1400થી વધુ દર્દી મોતને ભેટ્યા છે. 1 વર્ષમાં થયા તેના કરતા વધુ મોત 1 મહિનામાં થયા છે.

રાજકોટમાં એપ્રિલમાં દર 20 મિનીટે એક મોત નીપજ્યું કોરોના પોઝિટિવ દર્દી અને કોરોનાથી થતા મૃત્યુઆંક મુજબ હોસ્પિટલમાં સારવાર માટે જતા દર 10 દર્દીમાંથી 1 દર્દી અંતિમ શ્વાસ લે છે. એપ્રિલ માસમાં નોંધાયેલા આંક મુજબ શહેરમાં દર 20 મિનિટે 1 મોત અને દર 2 મિનિટે એક વ્યક્તિ સંક્રમિત થયો છે. દર્દીના મૃત્યુ બાદ દર્દીનું કોરોનાથી મોત થયું છે કે નહીં તે અંગે નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવતો હોય છે.

સૌથી વધુ કેસ પણ એપ્રિલ મહિનામાં નોંધાયા.
સૌથી વધુ કેસ પણ એપ્રિલ મહિનામાં નોંધાયા.

ડેથ ઓડિટ કમિટીના નિર્ણયથી એક વર્ષમાં 157 અને એપ્રિલમાં 210 મોત
રાજકોટ મનપાના રિપોર્ટ મુજબ માર્ચ 2020થી તારીખ 1 એપ્રિલ 2021 સુધીમાં એટલે કે એક વર્ષમાં શહેરમાં કોવિડ ડેથ 157 થયા હતા અને માત્ર એપ્રિલ માસમાં આ ડેથ 210 સાથે આજ સુધીમાં 367 થયા છે. અર્થાત સરકારના માત્ર કોરોનાથી જ મૃત્યુ પામેલા આંકડાને સાચા માનીએ તો પણ આખા વર્ષમાં જેટલા લોકો કોરોનાથી મોતને ભેટ્યા તેના કરતા પણ વધારે મૃત્યુ માત્ર એક એપ્રિલ માસમાં થયા છે. તબીબો દર્દીના જીવ બચાવવા દેશી આયુર્વેદિક, નેચરોપથીથી માંડીને અદ્યતન એલોપેથિક સહિત અનેકવિધ સારવાર પદ્ધતિઓ અપનાવે છે.

લોકો સ્વયંભૂ ટેસ્ટ કરાવવા ઉમટ્યા.
લોકો સ્વયંભૂ ટેસ્ટ કરાવવા ઉમટ્યા.

એપ્રિલ મહિનામાં આવેલા કેસનો ઉછાળો
01 એપ્રિલ સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 19272
10 એપ્રિલ સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 22231
20 એપ્રિલ સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 28146
30 એપ્રિલ સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 33525

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો