તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Second Round Of RTE Admissions Will Be Announced By Monday, With 5487 Students Admitted In Rajkot District In The First Round

શિક્ષણ:RTE પ્રવેશનો બીજો રાઉન્ડ સોમવાર સુધીમાં જાહેર કરાશે, પ્રથમ રાઉન્ડમાં રાજકોટ જિલ્લામાં 5487 વિદ્યાર્થીને પ્રવેશ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં ધો.1માં પ્રવેશ આપવા માટે કરાયેલી પ્રક્રિયા દરમિયાન તાજેતરમાં જ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા બાદ હવે અગામી સોમવાર સુધીમાં બીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રથમ રાઉન્ડમાં રાજકોટ જિલ્લામાં 2288 બાળકને અને શહેરમાં 3199 બાળક સહિત કુલ 5487ને ખાનગી શાળામાં પ્રવેશ અપાયો છે. RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ કે સેરેબલપાલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે. આરટીઈ હેઠળ જિલ્લામાં 5487 બાળકને પ્રવેશ અપાયા બાદ હજુપણ એડમિશનથી વંચિત વાલીઓ બીજા રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ આ અંગે જણાવ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં જ આરટીઈ હેઠળ ધો.1માં પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શહેરમાં 4800 જેટલા બાળકોને ધો.1માં આરટીઈ હેઠળ પ્રવેશ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...