• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Second Phase Examination Will Start From 21st In Saurashtra Uni. More Than 41 Thousand Students Will Appear For The Examination

એક્ઝામ:સૌરાષ્ટ્ર યુનિ.માં 21મીથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે, 41 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • કોપી કેસ અટકાવવા 157 કેન્દ્ર પર 72 ઓબ્ઝર્વર નિયુક્તિ

ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ સાથે શરુ થયેલ પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતા આગામી તા.21 એપ્રિલથી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહી છે. ગુરુવારથી સૌરાષ્ટ્રનાં જુદા - જુદા પાંચ જિલ્લાના 157 કેન્દ્રો ઉપર 41,050 વિદ્યાર્થીઓ પોત-પોતાની કોલેજોમાં પરીક્ષા આપશે.

સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં આગામી 21 એપ્રિલ થી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં બી.કોમ. સેમ 4 ના રેગ્યુલરમાં 14,723 અને એક્સ્ટર્નલમાં 992 જ્યારે બીએ રેગ્યુલર સેમ 4 માં 10,886 અને એક્સ્ટ્રનલમાં 3,341 પરીક્ષા આપશે આ ઉપરાંત બીએસસીમાં 2672 , બીસીએ 3015, બીબીએમાં 2501, એલએલબીમાં 1740 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

157 કેન્દ્ર પર 72 ઓબ્ઝર્વર નિયુક્તિ
પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે બીએ, બીકોમ અને બીએસસીનાં રેગ્યુલર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28000થી વધુ છે. જયારે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 41,050 છે. ઉલ્લેખનીય છે કે પરીક્ષા ચોરી રોકવા માટે 157 જેટલા કેન્દ્ર પર 72 ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે.