તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Second Dose Of Corona Vaccine Will Be Given In Rajkot From Today, The First Dose Will Be Given By Calling The New Beneficiary.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:રાજકોટમાં આજથી કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનું શરૂ થશે, નવા લાભાર્થીને બોલાવીને પ્રથમ ડોઝ દેવાની કામગીરી પણ ચાલશે

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 6 સાઈટ પર 556 લોકોને બોલાવાયા, હવે તે હેલ્થ વર્કરમાં બનશે એન્ટિબોડી

રાજકોટમાં કોરોનાની રસી આવ્યાને 28 દિવસ પૂરા થયા છે અને નિયમ મુજબ કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો હોય છે તેથી જે લોકોએ પ્રથમ દિવસે ડોઝ લીધો હતો તેમને બીજા ડોઝ માટે સોમવારે બોલાવવામાં આવ્યા છે.

પ્રથમ દિવસે શહેરમાં 6 બૂથ પર વેક્સિનેશન કરાયું હતું અને બીજા ડોઝ વખતે તે બૂથ ફરીથી એક્ટિવ કરવામાં આવશે અને ત્યાં જે લોકોએ રસી મુકાવી હતી તે તમામ 556ને મેસેજ કરાયા છે હવે તો બીજો ડોઝ પણ લઈ શકશે. જે તારીખ મુજબ લોકોએ પ્રથમ ડોઝ લીધો હશે તેવી જ રીતે તેમને બોલાવવામાં આવશે. એક મહિનામાં 20,000 જેટલા હેલ્થ વર્કર તેમજ કોરોના વોરિયર્સે વેક્સિન લીધી છે જોકે તેમને બીજો ડોઝ દેવામાં આટલો સમય જશે નહીં. નિષ્ણાતો જણાવે છે કે, રસી લીધાના બીજા ડોઝ પછી શરીરમાં એન્ટિબોડી બની જાય છે તેથી આગામી 10 દિવસ પછી આ તમામ લોકો કોરોનાથી સુરક્ષિત થઈ જશે.

કોરોનાની રસીના બીજા ડોઝ આપ્યા ઉપરાંત નવા બૂથ શરૂ કરીને જે હેલ્થ વર્કર અથવા તો સરકારી કર્મચારીઓ કે શિક્ષકો કોરોનાની રસીમાં બાકી છે તેમને પણ સાથે સાથે પ્રથમ ડોઝ અપાશે.

બીજા ડોઝના 15 દી’ બાદ કોરોનાથી સુરક્ષિત ગણાય
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર જે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે ત્યારથી જ એન્ટિબોડી બનવાનું ચાલુ થઈ ગયું હોય પણ તેમનું પ્રમાણ ખૂબ ઓછું હોય તેમજ શરીરે શરીરે અલગ અસર હોય છે. પણ, સંપૂર્ણ એન્ટિબોડી માટે બીજો ડોઝ લેવો અનિવાર્ય છે. બીજા ડોઝના 15 દિવસ બાદ એન્ટિબોડી રોગ સામે લડવા તૈયાર થઈ જાય છે. આમ છતાં જ્યાં સુધી કોરોના સમાજમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તો રાખવું જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો